કાર્તિક આર્યનની સાદગીએ ફરી જીત્યુ લોકોનું દિલ, તસવીરો જોઇ તમે પણ થઇ જશો ફિદા, ચાહકો બોલ્યા- સેલ્ફ મેડ સ્ટાર
Kartik Aryan Attend Bodyguard Marriage: બીટાઉનમાં (B-Town) ઘણા એવા સેલેબ્સ છે જેઓ તેમની સાદગી માટે જાણીતા છે. ઘણા એવા સ્ટાર્સ છે જે સ્ટારડમ હાંસલ કર્યા પછી પણ પોતાના વર્તનથી લોકોને પોતાના ફેન બનાવતા રહે છે. આવો જ એક અભિનેતા છે કાર્તિક આર્યન (Kartik Aryan) જે અવારનવાર કંઈક એવું કરે છે જે ચાહકોનું દિલ જીતી લે છે.
હાલમાં જ કાર્તિકે તેના ક્રૂ મેમ્બરના લગ્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેતાએ કપલ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. જે તેણે તેના ઇન્સ્ટા પર શેર પણ કર્યો હતો અને હાલ આની ખૂબ ચર્ચા થઈ રહી છે. કાર્તિક આર્યન તેના બોડીગાર્ડ સચિનના લગ્નમાં સામેલ થયો હતો. આ દરમિયાન કાર્તિકે સચિન સાથેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા અને તેને લગ્ન માટે શુભેચ્છા પાઠવી.
કાર્તિકના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા બાદ ચાહકોએ કાર્તિકના વખાણ કર્યા હતા અને તેને ખૂબ જ ઉદાર અને ડાઉન ટુ અર્થ ગણાવ્યો હતો. રવિવારે કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી હતી. પહેલા ફોટોમાં કાર્તિકે ક્લોઝ-અપ શોટ આપ્યો હતો, જેમાં કાર્તિક સચિન અને તેની પત્ની સાથે પોઝ આપી રહ્યો હતો. બીજા ફોટોમાં કાર્તિકે ઘણા લોકો સાથે ન્યુલી વેડ કપલ સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતા કાર્તિક આર્યનએ લખ્યું કે અભિનંદન! સચિન અને સુરેખા, તમારા બંનેનું લગ્નજીવન સુખી રહે. કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરતાની સાથે જ શરૂઆતમાં ચાહકો આ પરણિત કપલને ઓળખી ન શક્યા, પરંતુ ફેન્સે સચિનનો ચહેરો જોયો કે તરત જ સચિનને ઓળખી ગયા અને કમેન્ટ કરવા લાગ્યા કે સચિન કાર્તિકનો બોડીગાર્ડ છે. ગયા વર્ષે કાર્તિકે તેના બોડીગાર્ડ સચિનનો જન્મદિવસ ઉજવ્યો હતો.
કાર્તિક આર્યન ઘણી વખત પોતાની સાદગી બતાવી ચૂક્યો છે. ગત વર્ષે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો, જેમાં અભિનેતા બિઝનેસ ક્લાસમાં નહીં, પરંતુ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યો હતો. તેને જોઈને ત્યાં બેઠેલા લોકોની ખુશીની કોઈ સીમા ન રહી. આટલું જ નહીં, ઘણી વખત અભિનેતા જાહેર સ્થળો પર તેના ચાહકો સાથે ફોટા ક્લિક કરાવતો રહે છે.