મનોરંજન

લગ્ન નહિ, આ કારણે સુનિલ શેટ્ટીની હિરોઈન સેલિના વર્ષો સુધી ફિલ્મોથી દૂર રહી

એક સમયે રૂપનો અંબાર કહેવત સેલિના સાથે આવું આવું થયું

અભિનેત્રી સેલિના જેટલીએ zee5 પર આવેલી ફિલ્મ ‘સીઝન્સ ગ્રીટિંગ્સ’ દ્વારા ધમાકેદાર એન્ટ્રી લીધી છે. સેલિના પોતાની માં નું છેલ્લું સપનું પૂરું કરીને ફરીથી ફિલ્મોમાં આવી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે આટલા સમય સુધી બોલીવુડથી દૂર શા માટે રહી, ત્યારે તેણે ચોંકાવનારો જવાબ આપ્યો  હતો.

Image Source

સેલિનાએ કહ્યું કે,”તમે સિનેમા જગતથી કોઈપણ કલાકારને બહાર કરી શકો છો પણ કોઈ કલાકારની અંદરથી સિનેમાને નહિ. મેં એક ખાસ હેતુથી બોલિવુડથી બ્રેક લીધો હતો તેનો મારા  લગ્ન સાથે કોઈ સંબંધ નથી.

એક આઉટસાઈડર હોવાને લીધે ફિલ્મોમાં પોતાની ઇચ્છાનુસાર કામ મળવું ખુબ મુશ્કેલ છે, આજ કામને શોધતા શોધતા હું થાકી ગઈ હતી. મારે લગાતાર પોતાને સાબિત કરવી પડતી હતી. દરેક કોઈને ખુશ કરવાની કોશિશો કરીને થાકી ગઈ હતી.

પછી હું એક એવા મુકામ પર પહોંચી જ્યા મેં કહ્યું કે, ઠીક છે . મારે હવે બ્રેક લેવાની છે. મેં વિચાર્યું કે જીવનમાં બીજું પણ કરવું જોઈએ, બેટરીને રિચાર્જ કરવી જોઈએ અને પછી જ્યારે પણ હું તૌયાર થઈ જાવ, હું પાછી આવીશ”.

Image Source

સેલિનાએ કહ્યું હતું કે અમુક વર્ષો પહેલા તેની માં નું નિધન થઇ ગયું હતું. તેની માં ઇચ્છતી હતી કે તે ફિલ્મોઆ ફરીથી કામ કરે. તેનું જ સપનું પૂરું કરવા માટે સેલિનાએ કમબેક કર્યું છે.

Image Source

જ્યારે આગળ પોતાના કામને લઈને સવાલ કરવામાં આવ્યો તો સેલિનાએ કહ્યું કે,”સેલિના હવે અહીં જ રહેશે, પણ સેલિના હવે એવા જ રોલ્સ પર કામ કરશે, જે એક કલાકારના સ્વરૂપે તેના ટેલેન્ટ માટે યોગ્ય હશે”.

Image Source

આગળ પોતાના કામની પસંદગીને લઈને સેલિનાએ કહ્યું કે,”હું તેવા પ્રકારનું કામ નથી કરવા માંગતી, જેવું પહેલા કરતી હતી. હું સીઝન્સ ગ્રીટિંગ્સ જેવા પ્રોજેક્ટ્સ કરવા માંગુ છું. જે લોકોના દિલ-દિમાગને સ્પર્શી જાય. જે આગળ વધવાની વાત કરે. જે સકારાત્મકતા આપે.

Image Source

આ સિવાય સુશાંત સિંહ રાજપૂતના નિધન પર સેલિનાએ કહ્યું કે,”એક શ્રેષ્ઠ અભિનેતા ચાલ્યો ગયો, ખુબ જ દુઃખની વાત છે. કોઈના દીકરાનું, કોઈના ભાઈનું નુકસાન થયું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ સારું ટેલેન્ટ ગુમાવી દીધું. એવું ટેલેન્ટ કે જે કદાચ ભવિષ્યમાં ભારત માટે બેસ્ટ એક્ટર ઑસ્કાર એવોર્ડ પણ જીતી શકતો હતો,શું ખબર!”

Image Source

જણાવી દઈએ કે સેલિના જેટલીએ વર્ષ 2003 માં ‘જાનશીન’ ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યું હતું. સેલિના છેલ્લી વાર વર્ષ 2012 માં આવેલી ફિલ્મ ‘વિલ યુ મૈરી મી’ માં જોવા મળી હતી જેના આટલા સમય પછી સેલિના વર્ષ 2020 માં સીઝન્સ ગ્રીટિંગ્સ દ્વારા કમબેક કરી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.