ફિલ્મી દુનિયા

બોલીવુડના આ 10 કરોડોપતિ કલાકારોએ અપનાવ્યો ઇસ્લામ ધર્મને, એમાં પણ ધર્મેન્દ્ર અને હેમાનું કારણ જાણીને દંગ રહી જશો

કહેવાય છે કે ધર્મ અને ભગવાનમાં માનવું એ તો પોતપોતાની આસ્થાનો વિષય છે. કોઈને પથ્થરમાં પણ ભગવાન દેખાય અને કોઈની આંખે તો એવા પાટા બાંધેલા હોય છે કે તેમને ભગવાન ક્યારેય નથી દેખાતા. એટલે જ ધર્મ અને ધર્મ પરિવર્તન બંને લોકો પર આધાર રાખે છે. આપણે ત્યાં આપણે લોકો ધર્મના નામે ઝઘડાઓ કરીએ છીએ ત્યારે કેટલાક લોકો પ્રેમ અને શાંતિ માટે ધર્મ પરિવર્તન કરી લે છે. ઘણા એવા સેલિબ્રિટીઝ છે કે જેમને પ્રેમ માટે કે પછી મનની શાંતિ માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હોય, તો આજે એવા જ સેલેબ્સ વિશે વાત કરીશું કે જેમને ઇસ્લામ ધર્મ અપનાવ્યો હોય –

1. એ આર રહેમાન –

Image Source

પોતાના શ્રેષ્ઠ સંગીત માટે પ્રસિદ્ધ ગાયક, ગીતકાર, સંગીતકાર અને નિર્માતા એ આર રહેમાન એક હિન્દૂ પરિવારમાં જન્મ્યા હતા અને તેમનું નામ દિલીપ કુમાર હતું. સિંગર એ આર રહેમાનના પિતા હિન્દુ ધર્મ અને મા ઇસ્લામ ધર્મથી હતા. તેમના માતા સુફીઝમથી પ્રેરિત હતા અને લગ્ન પહેલા મુસ્લિમ હતા. રહેમાનનો ઉછેર હિંદુ ધર્મ પ્રમાણે થયો અને આગળ જતા 1989માં દિલીપે પણ ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને તેમનું નામ બદલીને ‘અલ્લાહ રખા રહેમાન’ ઉર્ફ ‘એ આર રહેમાન’ રાખ્યું.

2. માઇકલ જેક્સન –

Image Source

2008માં એવા અનેક રિપોર્ટ્સ આવ્યા, જેના અનુસાર, માઇકલ જેક્સને ઈસ્લામ ધર્મ સ્વીકાર કર્યો હતો. સાંભળવામાં તો એમ પણ આવ્યું હતું કે તેમને પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું અને નામ બદલીને મિકાઈલ રાખી લીધું. ધર્મ પરિવર્તનના થોડા સમય બાદ જ તેઓ મૃત્યુ પામ્યા અને આ રહસ્ય પણ તેમની સાથે જ રાઝ બનીને રહી ગયું.

3. શર્મિલા ટાગોર –

Image Source

હિન્દુ પરિવારમાં જન્મેલી શર્મિલા ટાગોરે પ્રખ્યાત ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીના પ્રેમમાં પડ્યા પછી 1969માં તેની સાથે લગ્ન કરવા ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો. મન્સૂર ઇસ્લામ ધર્મથી હતા, તેમની સાથે લગ્ન કરવા માટે શર્મિલાએ ઇસ્લામ સ્વીકાર્યો. જો કે તેમના આ નિર્ણયથી બંનેના પરિવાર ખુશ ન હતા, તેમ છતાં બંનેએ લગ્ન કરીને તેમના લગ્ન નિભાવ્યા. જો કે, અત્યારે તેમની પુત્રવધૂ કરીના કપૂર ખાને, તેમના પુત્ર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા પછી, પોતાના નામની પાછળ ફક્ત ‘ખાન’ લગાવ્યું છે અને ધર્મ પરિવર્તન નથી કર્યું.

4. માઈક ટાયસન –

Image Source

બોક્સિંગ રિંગના બાદશાહ માનવામાં આવતા માઇક ટાયસન વિશે પણ સાંભળવામાં આવ્યું હતું કે તેમણે ઈસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો હતો. જ્યારે તે બળાત્કારના આરોપમાં જેલમાં હતા, ત્યારે તેમને ઇસ્લામ સ્વીકાર્યો. વર્ષ 2010માં મક્કાથી જે તસવીરો વાયરલ થઈ હતી તે આ હકીકતનો પુરાવો હતી.

5. ધર્મેન્દ્ર-હેમા માલિની –

Image Source

બોલિવૂડની પ્રખ્યાત જોડી ધર્મેન્દ્ર અને હેમામાલિનીએ લગ્ન કરવા 1979માં ઇસ્લામ અપનાવ્યો હતો. ધર્મેન્દ્ર પહેલાથી જ પ્રકાશ કૌર સાથે લગ્ન કરી ચુક્યા હતા, પણ જ્યારે તેઓ ફિલ્મ ‘શોલે’ ના શૂટિંગ દરમિયાન હેમામાલિની સાથે પ્રેમમાં પડ્યા, એ પછી તેમની સાથે લગ્ન કરવાનું વિચાર્યું, પણ હિન્દુ ધર્મ અનુસાર, પહેલી પત્ની હોવા છતાં તેઓ બીજા લગ્ન ન કરી શકે. એટલે પરેશાનીઓથી છૂટકારો મેળવવા અને હેમા સાથે લગ્ન કરવા ધર્મેન્દ્રએ 1979માં ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો.

6. મહંમદ અલી –

Image Source

બોક્સિંગ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા મુહમ્મદ અલીનો જન્મ ખ્રિસ્તી પરિવારમાં થયો હતો અને તેનું નામ કેસિઅસ ક્લે રાખવામાં આવ્યું હતું. 1962માં, 20 વર્ષની ઉંમરે, તેઓ આફ્રિકન-અમેરિકન માનવાધિકાર કાર્યકર માલ્કમ એક્સને મળ્યો, જેમણે તેમને આફ્રિકન-અમેરિકન લોકોની સ્થિતિ સુધારવા માટે ધાર્મિક ચળવળ Nation of Islamનો પરિચય કરાવ્યો. તેમનાથી પ્રભાવિત થઈને અલીએ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો. વર્ષ 2005માં, તેમણે સુફી આચરણ પણ શરૂ કરી દીધું હતું.

7. અમૃતા સિંહ –

Image Source

શીખ-મુસ્લિમ પરિવારમાં જન્મેલી બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહે 1983માં ઘણી હિટ ફિલ્મો આપી હતી. બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કરતા પહેલા અમૃતા સિંહ શીખ ધર્મથી હતી. સૈફના માતા-પિતાએ અમૃતાને શીખ તરીકે અપનાવવાની ના પાડી હતી. જેથી અમૃતાએ સૈફ સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો. જોકે, લગ્નના 13 વર્ષ પછી 2004માં આ દંપતીએ છૂટાછેડા લીધા અને સૈફની હાલની પત્ની કરીના કપૂરે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો નથી.

8. સ્નૂપ ડોગ –

Image Source

હિપ-હોપ રેપર સ્નૂપ ડોગ પણ કન્વર્ટેડ મુસ્લિમ હતા, જેનો શ્રેય Nation of Islamને જાય છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ શાંતિ અને ભાઈચારો ફેલાવવા માટે આ આંદોલનમાં જોડાયા છે. જો કે, માત્ર 3 વર્ષ પછી, તેણે ફરી એકવાર ધર્મ પરિવર્તન કર્યું હતું.

9. મમતા કુલકર્ણી –

Image Source

બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ દુબઈ એરપોર્ટ પર જ્યારે પતિ સાથે દાણચોરીમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું એ પછી તેમણે ઇસ્લામ અપનાવ્યો. જ્યારે દુબઇમાં તેમના પર કેસ ચાલી રહ્યો હતો, ત્યારે તેમણે તે સમયે ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો હતો.

10. મહેશ ભટ્ટ –

Image Source

મહેશ ભટ્ટે પોતાની બીજી પત્ની સોની રાઝદાં સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલીને ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની બે દીકરીઓ શાહીન ભટ્ટ અને આલિયા ભટ્ટ છે.

11. આયેશા ટાકિયા –

Image Source

માર્ચ 2009માં આયેશા ટાકિયાએ પોતાના બોયફ્રેન્ડ ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સનો દાવો હતો કે આયેશાએ ફરહાન સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. તેમના લગ્નના ફંક્શન પણ ઇસ્લામિક રીતે થયા હતા. જો કે આયેશાએ ક્યારેય પણ આ વાતનો સાર્વજનિક રીતે સ્વીકાર નથી કર્યો. આયેશા એક હિન્દૂ પિતા અને એંગ્લો-ઇન્ડિયન માતાની દીકરી છે.

પ્રેમ અને આસ્થા પર કોઈનું જોર નથી ચાલતું. આ તો મન જ્યા લાગે ત્યાં જ ઈશ્વર પણ દેખાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.