જીવનશૈલી મનોરંજન

અમિતાભ બચ્ચનની વૈભવી કારનું કલેક્શન જોઈને આંખો અંજાઈ જશે, જુઓ કારના 10 PHOTOS

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે તેનોબર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. 11 ઓક્ટોબર 1942માં અલ્હાબાદમાં જન્મેલા બિગ-બીની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ 1969માં રિલીઝ થઇ હતી. પરંતુ તેને સફળતા ફિલ્મ ‘જંજીર’થી મળી હતી.

77 વર્ષની ઉંમરે પણ અમિતાભ બોલીવુડમાં ટકી ગયા છે. આજે પણ નાના પડદાથી લઈને મોટા પડદા સુંધી તેનો સિક્કો ચાલે છે. આજકાલ તેનો શો ‘કૌન બનેગા કરોડપતિ’ ખુબ જોવામાં આવે છે.

બીગબીએ શોખની વાત કરવામાં આવે તો તેને ઘડિયાળ અને કારનો બેહદ શોખ છે. તેના કારના કલેશનમાં રોલ્સ રોય્સ ફેંટમ , બીએડબ્લ્યુ, મર્સીડીઝ અને લૅક્સસ જેવી લકઝરી કાર શામેલ છે. આજવા અમે તમને બર્થડે પર તેના લકઝરી કાર કલેક્શન વિષે જણાવીશું.

Image Source

બેન્ટલે કોન્ટિનેન્ટલ જીટી :
આ ગાડીને અમિતાભ સાથે અભિષેકને પણ ડ્રાઈવનો કરવાનો ઘણો શોખ છે. આ કારની કિંમત 4 કરોડ રૂપિયા છે.

બેન્ટલે અરેન્જ આર

બિગ બી પાસે બેન્ટલેનું બીજું વરઝ્ન બેન્ટલે અરેન્જ આર પણ છે. આ એક લકઝરી કાર છે, જે ભારતમાં ઘણા ઓછા લોકો પાસે છે. હાલ તો આ ગાડીનું પ્રોડક્શન પણ બંધ થઇ ચૂક્યું છે.

Image Source

રેન્જરોવર વોગ

આ આ ગાડી બીગબીની સૌથી પસન્દગીની ગાડી પૈકી એક છે. મુંબઈના આસપાસમાં શુટિંગમાં બિગ-બી આ કારથી આવવા જવાનું પસંદ કરે છે. તેની પાસે થર્ડ જનરેશન વળી વોગ છે. તેનું પ્રોડક્શન 2002થી 2012 વચ્ચે થયું છે.
મીની કૂપર એ

આ કારને બિગ-બી ના કલેક્સનમાં સામેલ થયા એનો બહુ વર્ષો નથી થાય. આ કારને થોડા સમય પહેલા જ સામેલ કરવામાં આવી છે.

ટોયોટા લેન્ડ ક્રુઝર

ટોયોટાની ઘણી ફેમસ થયેલી આ એસયુવી ઘણા લાંબા સમયથી અમિતાભ પાસે છે.

Image Source

રોલ્સ રોયલ્સ ફેન્ટમ

બચ્ચન સાહેબને આ કર ડાયરેક્ટર વિધુ ચોપડાએ ગિફ્ટ કરી હતી. તે સિલ્વર કલરની રોલ્સ રોયલ્સ કારમાં નજરે આવે છે.ભારતમાં આ કારની કિંમત 3.5 કરોડ રૂપિયા છે.


પોશે કેમેન એસ

બિગ-બી પાસે નાની પોર્શે કેમેન એસ પણ છે. સફેદ કલરની આ કારમાં તે ઘણી વાર જોવા મળે છે. આ કારની કિંમત 2 કરોડ રૂપિયા છે.

Image Source

અમિતાભ બચ્ચનની કારની નંબર પ્લેટમાં 2 નંબર નજરે આવે છે.