BREAKING: બેડરૂમમાં કાર્બન કાર્બન મોનોક્સાઇડ ગેસ લીકેજ થવાથી મશહૂર એક્ટ્રેસ છોડી ગઇ દુનિયા

કેનેડિયન અભિનેત્રી અને મોડલ ડેલ હેડન 76 વર્ષની વયે તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના બેડરૂમમાં ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ (CO) ફેલાઈ ગયો હતો, જેને કારણે તેનું મોત થયું હોવાનું કહેવાય છે. તેનો મૃતદેહ તેના પેંસિલ્વેનિયા સ્થિત ઘરેથી મળી આવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ ઘરમાં કેવી રીતે ફેલાયો.

ડેલ હેડનના મૃત્યુના સમાચારે હોલિવુડ ઇન્ડસ્ટ્રી સહિત આખી દુનિયાને હચમચાવી દીધી છે. તપાસ અધિકારીઓ કહી રહ્યા છે કે ગેસ હીટિંગ સિસ્ટમ અને એક્ઝોસ્ટ પાઇપમાં ખામીના કારણે કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક ​​થયો હતો. ઘરમાં ગેસ એટલો ફેલાઈ ગયો કે તેના સંપર્કમાં આવતાં બે ડોક્ટર અને એક પોલીસ અધિકારી પણ બેભાન થઈ ગયા.

ગેસ હીટિંગ સિસ્ટમમાં આ ખામી કેવી રીતે સર્જાઇ તેની તપાસ કરવામાં આવી રહી છે. અભિનેત્રી અને મોડલ હોવા ઉપરાંત ડેલ હેડન એક્ટિવિસ્ટ પણ હતી. તેણે વુમન 1 નામની સંસ્થા શરૂ કરી. આ સંસ્થા હેઠળ તે મહિલાઓ છોકરીઓને શિક્ષણ આપવાનું કામ કરતી. ડેલ હેડને વર્ષ 1970માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

1980ના દાયકામાં તે વોગ, કોસ્માપોલિટન, એલે અને સ્ક્વેર જેવા મોટા મેગેઝીનોના કવર પર દેખાઈ હતી. તેણે હોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 1970 થી 90 ના દાયકા સુધી, તેણે બે ડઝનથી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેની ફિલ્મોમાં જોન ક્યુસેકની ‘બુલેટ્સ ઓવર બ્રોડવે’ ઘણી લોકપ્રિય બની હતી.

Shah Jina