લગ્ન પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું આ પહેલી ન્યૂ યર છે, જેને લઇને આ વખતે અંબાણી પરિવાર નવા વર્ષ 2025ની ઉજવણી જામનગરમાં કરી રહ્યો છે, અને એ પણ ધામધૂમ સાથે… આ ન્યૂ યર સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે ઘણા સ્ટાર્સ પણ જામનગર પહોંચ્યા છે. શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન અને બાળકો સાથે જામનગર પહોંચ્યો હતો, જ્યારે સલમાન ખાને તો તેનો 27 ડિસ્મેબરે 59મો બર્થ ડે જામનગરમાં સેલિબ્રેટ કર્યો હતો.
સલમાન અનંત સાથે ખાસ બોન્ડ શેર કરે છે જેની અનેક ઝલક સોશિયલ મીડિયા પર જોવા મળઈ. જામનગરમાં આતશબાજી સાથે થયેલ સલમાન ખાનના જન્મદિવસની ભવ્ય ઉજવણીની ખૂબ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ નીતા-મુકેશ અંબાણીએ ભાઈજાનનો જન્મદિવસ વનતારામાં ઉજવ્યો હતો. સલમાન ખાન બાદ કિંગ ખાન પણ પત્ની ગૌરી અને નાના દીકરા અબરામ સાથે જામનગર પહોંચ્યો.
એરપોર્ટ પર તેના આગમનનો વીડિયો પણ સામે આવ્યો. ‘જવાન’ સુપરસ્ટાર બ્લેક ટી-શર્ટ અને હૂડીમાં પોતાનો ચહેરો છુપાવી રહ્યો હતો. શાહરૂખની પત્ની ગૌરી વ્હાઇટ શર્ટ, યલો બ્લેઝર, લૂઝ જીન્સ અને બ્લેક સનગ્લાસમાં બોસ લેડી વાઇબ આપતી જોવા મળી હતી. આ વીડિયો ભાઈજાનના જન્મદિવસ પછીનો છે.
View this post on Instagram
આ પછી સલમાન ખાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યો હતો, જ્યાં સલમાનની ‘સિકંદર’નું ટીઝર પણ બતાવવામાં આવ્યું હતું. એક વીડિયોમાં સલમાન અનંત સાથે મોલમાં પણ ફરતો જોવા મળ્યો. સલમાન અને શાહરૂખ સિવાય પણ ઘણા સ્ટાર્સનું જામનગર આગમન થયુ હતુ.
View this post on Instagram
માત્ર સલમાન ખાન જ નહિ પરંતુ તેની બહેન અર્પિતા અને તેનો પરિવાર, તેના ભાઇઓ-ભત્રીજાઓ સહિત સમગ્ર પરિવારે જામનગરમાં ધામા નાખ્યા હતા. સ્ટેબિનનો પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે જામનગર પહોંચેલો જોવા મળ્યો હતો.જામનગરમાં ભવ્ય પાર્ટીના આયોજનનો એક વીડિયો સામે આવ્યો છે,
View this post on Instagram
જેમાં સલમાન તેની ભાણી આયત સાથે ચાર-લેયરની કેક કાપતો જોવા મળે છે. પહેલા જન્મદિવસનું ગીત વગાડવામાં આવ્યું અને પછી સલમાનની ફિલ્મનું ગીત વગાડવામાં આવ્યું. આ પછી, ઉજવણી દરમિયાન ખૂબ જ આતશબાજી કરવામાં આવી. સેલિબ્રેશનમાં નીતા અંબાણી પણ પતિ મુકેશ અંબાણી સાથે બર્થડે ગીત ગાતા જોવા મળ્યા.
View this post on Instagram
સલમાન ખાનનો આખો પરિવાર સોહેલ ખાન, તેના બાળકો, અરબાઝ ખાનનો પુત્ર અરહાન, અર્પિતા ખાનનો એક્ટર પતિ આયુષ શર્મા, અને અંબાણી પરિવાર ઉજવણીનો આનંદ માણી રહ્યો હતો. આ દરમિયાન ભાઈજાને બ્લેક કલરની ટી-શર્ટ સાથે ડેનિમ જીન્સ પહેર્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે,
View this post on Instagram
ફરી એકવાર સલ્લુને એક્શન અવતારમાં જોઈને તેના ફેન્સ દીવાના થઈ ગયા. થોડા જ કલાકોમાં આ ટીઝરને કરોડો લોકોએ જોઈ લીધું. આ ફિલ્મ 2025ની ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. ડેશિંગ અવતારમાં જોવા મળતા સલમાનની જોડી અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે જોવા મળશે. બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.
View this post on Instagram