હિમાચલ પ્રદેશમાં આ મહિને ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક કલાકો સુધી વાહનો બરફમાં ફસાયેલા રહ્યા હતા. લોકોની સલામતી પણ ખતરો બની ગઈ હતી. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે મનાલીનો હોવાનું કહેવાય છે. ભારે હિમવર્ષામાં વાહન ચલાવવું જોખમી છે.
અહીં આને કારણે જ એક વાહનને અકસ્માત નડ્યો પરંતુ ડ્રાઇવરની સુઝબૂઝને કારણે જીવ બચી ગયો. વીડિયોમાં એક ટ્રક બરફીલા રસ્તા પર ફીસલતી જોવા મળે છે. ટ્રક બેકાબૂ થઇ જાય છે અને પાછળની તરફ સરકવા લાગે છે. જો કે ડ્રાઇવરે તાત્કાલિક છલાંગ લગાવી પોતાનો જીવ બચાવ્યો. આ ઘટના મનાલીના સોલંગ વેલીની છે. આ જોઈને ત્યાં હાજર લોકો પણ ડરી ગયા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે પહાડી શહેરમાં હિમવર્ષા દરમિયાન ટ્રક બર્ફીલા રસ્તા પર લપસી રહી હતી. ટ્રકનો ડ્રાઇવર જે બ્લુ જેકેટમાં જોવા મળ્યો તેણે તરત જ વાહનમાંથી કૂદી પહેલા ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો પણ પોતે જ રોડ પર લપસી ગયો અને સંતુલન જાળવવા માટે ટ્રક છોડી દીધી. થોડી જ સેકન્ડોમાં ટ્રક ખીણમાં પડી ગઇ.
बहुत रिस्की है बर्फबारी के बीच गाड़ी लेकर बाहर निकलना ।
देखे किस तरह यह वाहन स्किड होकर खाई की तरफ जा गिरा । घटना सोलांग वैली, मनाली की है ।#himachalpradesh #manalisnowfall
🌨️🌨️#HimachalPradesh pic.twitter.com/GoJwTyqPcK— Naveen Sharma( हमीरपुर का सेवादार) (@naveen_hmr) December 28, 2024