કેવી રીતે AC બસમાં બળીને ભડથું થઇ ગયા 26 લોકો ? અસલી કારણ જાણીને તમારું કાળજું પણ કંપી ઉઠશે, જુઓ

Buldhana Bus Accident Fact :આજે વહેલી સવારે એક ખુબ જ મોટી દુર્ઘટનાના સમાચારે આખા દેશને હચમચાવીને રાખી દીધો. મહારાષ્ટ્રના બુલઢાણામાં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં 26 લોકોના મોત થઇ ગયા, આ તમામ મુસાફરો AC બસમાં સવાર હતા અને રાત્રે મીઠી ઊંઘ માણી રહ્યા હતા ત્યારે જ તેમને મોત ભરખી ગયું. આ અકસ્માત સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર થયો હતો. સિટી લિંક ટ્રાવેલ્સની એક લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, પરંતુ રસ્તામાં કંઈક એવું થયું કે બસમાં જ 26 લોકો બળીને રાખ થઈ ગયા.

આ ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. શનિવારની સવાર મહારાષ્ટ્ર માટે આંચકા સમાન છે. બુલઢાના એસપી સુનીલ કડાસેને જણાવ્યું કે બસમાં કુલ 33 લોકો સવાર હતા. તેમાંથી 3 માસુમ સહિત 26 લોકોના મોત થયા છે. તે જ સમયે, 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસમાં લાગેલી આગથી કોઈને બહાર નીકળવાની થવાની તક મળી ન હતી અને પળવારમાં બધું ખતમ થઈ ગયું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મૃતકોના નજીકના સંબંધીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

આ ભયાનક અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી અકસ્માતમાં બચી ગયેલા બસના ડ્રાઇવરે જણાવી હતી. ડ્રાઈવરના જણાવ્યા અનુસાર પહેલા બસનું ટાયર ફાટ્યું જેના કારણે બસ બેકાબૂ બની ગઈ. આ પછી બસ એક પોલ અને પછી ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી બસમાં આગ લાગી હતી. આ ઉપરાંત બસ ડિવાઈડર સાથે અથડાતાં આગળનો એક્સલ પણ તૂટી ગયો હતો. દરમિયાન બસનું આગળનું વ્હીલ બસથી અલગ થઈ ગયું હતું, ત્યારે જ આગ ફાટી નીકળી હતી. બસ ડાબી બાજુએ વળતાં જ દરવાજો બંધ થઈ ગયો અને બહાર નીકળવું અશક્ય હતું.

આ પછી કેટલાક મુસાફરોએ કાચ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. કાચ તોડીને બહાર નીકળેલા મુસાફરનો જીવ બચી ગયો છે. આ અકસ્માત 1.26 મિનિટ પછી થયો હતો. બસ નાગપુર, વર્ધા અને યવતમાલથી મુસાફરોને લઈને જઈ રહી હતી. એસપી સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઘટનામાં  બસના ચાલકનો જીવ માંડ માંડ બચ્યો હતો. ટાયર ફાટવાને કારણે બસ કાબૂ બહાર ગઈ હતી, ત્યારબાદ બસ પલટી ગઈ હતી અને આગ લાગી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

બસ એસી હતી, તેથી તેની બારીઓ ખુલતી નથી, ફક્ત બે એક્ઝિટ ગેટ હતા. દુર્ઘટના સમયે, મુસાફરો દરવાજામાંથી બહાર નીકળી શક્યા ન હતા કારણ કે દરવાજો તે જ બાજુએ હતો જ્યાંથી બસ પલટી ગઈ હતી અને તે ફસાઈ ગયા. એક ‘બર્નિંગ બસ’ અને અંદર ફસાયેલા લોકો મદદની રાહ જોતા સળગતા રહ્યા. મદદ પહોંચે ત્યાં સુધીમાં 26 લોકો જીવતા બળી ગયા હતા અને બાકીના લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Niraj Patel