ખબર

પ્લેનમાં બેસેલા યાત્રીને છાતીમાં અચાનક થયો દુ:ખાવો, ઓફ ડ્યુટીમાં BSF જવાને કર્યું કંઈક એવું કામ કે બચી ગયો જીવ

બીએસએફના જવાનો માટે ક્યારે પણ તહેવારનો દિવસ નથી હોતો. કે ક્યારે પણ રજા નથી હોતી. તેના માટે બધા જ દિવસો સરખા હોય છે. જવાન માટે પહેલા દેશ સેવા હોય છે. પછી તે ઓન ડ્યુટી હોય કે ઓફ ડ્યૂટી. બીએસએફના જવનો હરહંમેશ મુશ્કેલથી મુશ્કેલ ઘડીમાં તેના જીવની પરવા કર્યા વગર નાગરિકો અને પશુધનના જીવ બચાવતા રહે છે.

થોડા દિવસ પહેલા બીએસએફના જવાનોએ ભારત-બાંગ્લાદેશની બોર્ડર પરથી જાનવરોના જીવ બચાવ્યા હતા. એક ગાય અને બળદની ગરદન ફંસાઈ ગઈ હતી. જો જવાનોએ રેસ્ક્યુ આ કર્યુ ના હોટ તો આ ગાય અને બળદ મોતને ભેટી ગયા હોત. ત્યારે ફરી એક વાર બીએસએફના જવાનોએ નાગરિકનો જીવ બચાવી અનેરો સંદેશો આપ્યો છે.

Image Source

એક બીએસએફ જવાન ઓફ ડયુટીમાં હતા. અને તે વિમાનમાં ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે તેની બાજુવાળી સીટમાં બેસેલા એક નાગરિકને અચાનક જ છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો. જવાને આ પરિસ્થિતિને સમજીને એક મોટું કદમ ઉઠાવ્યુ હતું. ડો. લોકેશ્વર ખજુરિયા નજીક પહોંચી તેને મેડીકલી સુવિધા પ્રાપ્ત કરાવી તેનો જીવ બચાવ્યો હતો.
BSF (સીમા સુરક્ષા બળ)એ તેના ઓફિશિયલ ટ્વીટર પર ટ્વીટ કરી લખ્યું હતું કે, એક પ્રહરી ક્યારે રજા પર ના હોય. સાથે જ ફોટો શેર કરી તે જવાનની બહાદુરીને બિરદાવી હતી.

25 જૂનના પણ BSFના ઓફિશિયલ પેજ પર એક જવાનની ફોટો શેર કરી હતી. જેમાં તે વ્યક્તિએ વિકલાંગ વ્યક્તિનો જીવ બચાવવા માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ જવાન રજા ઉપર એટલે કે ઓફ ડયૂટી હતો.

ગણતંત્ર દિવસ પર 61 બટાલિયન કોન્સ્ટેબલ Vanlalvenhlima Chhangteએ બીએસએફના ‘જીવન રક્ષા પદક’થી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેને તેની જવાબદારી, માણસાઈ અને સાહસ માટે આપવામાં આવ્યો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks