આ કપલને લગ્નમાં ભાઈબંધોએ એવી ગિફ્ટ આપી કે તમામ મહેમાન પણ જોતા જ રહી ગયા, વીડિયો થયો વાયરલ

આજકાલ મોંઘવારીનો પારો ખુબ જ ઊંચે ચઢી ગયો છે, અને તેમાં પણ પેટ્રોલના આસમાને પહોંચતા ભાવ જોઈને તો સૌ કોઈ ચિંતામાં છે. અને આ દરમિયાન જ સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકો ફની વીડિયો બનાવીને પોસ્ટ કરી રહ્યા છે, પરંતુ હાલમાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમને પણ ખુબ જ નવાઈ લાગવાની છે.

મોટાભાગે આપણે કોઈ લગ્નની અંદર મોંઘી વસ્તુઓ કે રોકડા રૂપિયા ભેટ સ્વરૂપે આપતા જોયા હશે, પરંતુ વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર તો લગ્ન કરી રહેલા દંપત્તિને મિત્રો દ્વારા ગેસ સિલેન્ડર, પેટ્રોલ અને ડુંગળી ભેટમાં મળી રહી છે. આ જોઈને બધા જ હેરાની સાથે ખુબ જ હસવા પણ લાગે છે.

આ વીડિયો તામિલનાડુના એક લગ્નનો છે. જ્યાં મિત્રો દ્વારા કપલને અનોખી ભેટ આપવામાં આવી. વીડિયોની અંદર જ તમે જોઈ શકો છો કે કોઈએ પેટ્રોલનો ડબ્બો તો કોઈએ ગેસ સિલેન્ડર અને કોઈએ ભેટ સ્વરૂપે ડુંગળી પણ આપી છે.

વીડિયોની અંદર તમે મહેમાનોને સ્ટેજ ઉપર ઉભેલા જોઈ શકો છો. મહેમાનોના હાથમાં પેટ્રોલ, ગેસનો બોટલ અને ડુંગળીની માળા દેખાઈ રહી છે અને આ બધા જ સાથે ઉભા રહીને સ્ટેજ ઉપર પોઝ આપી રહ્યા છે. આ બધું જોઈને વર-કન્યા પણ પોતાનું હસવું રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે જ આસપાસ ઉભેલા લોકો પણ ખુબ જ મજા લઇ રહ્યા છે.

આ વીડિયોને માનરાજ મોખા નામના એક ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. 45 સેકેન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વીડિયો ઉપર મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયોને…

Niraj Patel