રસોઈ

બ્રેડ નાં ગુલાબજાબું ની રેસીપી…તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી ને બનાવજો આજે જ

મિત્રો ગુલાબજામુન તો બધાં ને ભાવતાં હશે.અને માવા નાં ખાધા પણ હશે ઘણીવાર.આજે હું તમને શીખવાડીશ બ્રેડ નાં ગુલાબજાબું ની રેસીપી. જો ઘર માં અચાનક મેહમાન આવી જાય તો તમે ફટાફટ આ રેસીપી બનાંવી શકો છો.

સામગ્રી

  • બ્રેડ – એક પેકેટ
  • ખાંડ – ચાસણી માટે
  • તેલ / ઘી – તળવા માટે
  • ડ્રાયફ્રુટસ – ડેકોરેશન માટે

રીત

સૌ પ્રથમ બ્રેડ લો. ત્યારબાદ તેની કિનાંરી કાપી લો અને તેને મેશ કરી એકદમ ઝીણો ભૂકો કરી દો. હવે તેનાં ગોળ શેપ માં ગોળા વાળી ગુલાબજાંબુ નો શેપ આપી દો.એક કડાઇ માં તેલ કે ઘી મૂકો. તમને જેમાં ફાવે તેમાં તમે ગુલાબજાંબુ તળી શકો છો. તેમાં ગુલાબજાંબુ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ બીજા કડાઇ માં ખાંડ ની ચાસણી બનાંવી લો. હવે સર્વિગ પ્લેટ માં ગુલાબજાંબુ ઉમેરી તેનાં પર ચાસણી ઉમેરો.અને ડ્રાયફ્રુટ થી ગાર્નિશ કરો.

તો તૈયાર છે બ્રેડ નાં ગુલાબજાંબુ. જરુરથી બનાંવજો.

લેખક – બંસરી પંડ્યા ” અનામિકા ”

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ