છોકરીઓની સામે સ્ટન્ટ કરીને કલર કરવા જતો હતો આ યુવક, પણ એક ભૂલ થઇ અને દાવ થઇ ગયો, જુઓ વીડિયો

છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે રોડ પર ઊંધા ગોળમટા ખાઈ રહ્યો હતો આ છોકરો, અચાનક થયું એવું કે બધી હોશિયારી બહાર આવી ગઈ, જુઓ વીડિયો

boy stunt in front of girls :આજના સમયમાં ઈન્ટરેન્ટ પર ફેમસ થવા માટે લોકો અલગ અલગ પ્રકારના સ્ટન્ટ (stunt) કરતા હોય છે. ઘણીવાર આવા સ્ટન્ટ તેમના માટે જોખમકારક પણ બનતા હોય છે, ઘણા લોકો સ્ટન્ટ કરવાના ચક્કરમાં ઈજાગ્રસ્ત થતા હોય છે તો ઘણા લોકોના મોત પણ થતા હોય છે. આવ સ્ટન્ટના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

તમે સ્કૂલ કે કોલેજમાં પણ ઘણીવાર કોઈ છોકરીને ઈમ્પ્રેસ કરવા માટે કેટલાક છોકરાઓને બાઈક કે કોઈ અન્ય રીતે સ્ટન્ટ કરતા જોવા હશે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ (viral video) થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે રોડ પર સ્ટન્ટ કરવાના ચક્કરમાં એવો પટકાય છે કે જોઈને જ કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રોડ પર કેટલીક સ્કૂલની છોકરીઓ ચાલીને જઈ રહી છે તો કોઈ સાઇકલ લઈને જઈ રહી છે. ત્યારે જ એક યુવક રોડ પર ફટાફટ ઊંધા ગોળમટા ખાઈને એ છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે જાય છે. છોકરીઓ પણ પાછળ ફરીને તેને જોવા લાગે છે. પરંતુ તેનો આ સ્ટન્ટ ક્ષણવારમાં જ તેની માથે મુસીબત બને છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે જેવો ગોળમટું ખાઈને પોતાના હાથ નીચે લાવે છે કે તેનો હાથ વળી જાય છે અને તે નીચે બેસી જાય છે. કેમેરો જયારે યુવકની નજીક આવે છે ત્યારે દેખાઈ રહ્યું છે કે તેને ગંભીર ઇજા થઇ છે. એવું લાગે છે કે તેના હાથમાં ફેક્ચર થયું છે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેના પર પોતાના અલગ અલગ પ્રતિભાવ આપતા પણ જોવા મળી રહ્યા છે.

Niraj Patel