અનન્યા પાંડેથી લઇને મૌની રોય અને કરિશ્મા કપૂર સુધી FIFA ફુટબોલ વર્લ્ડ કપ સેમી ફાઇનલ જોવા પહોંચ્યા આ સ્ટાર્સ

FIFA World Cup 2022: ફિલ્મી સ્ટાર્સ પર ચઢ્યો FIFA વર્લ્ડ કપનો ફીવર, કરિશ્મા કપૂરથી લઇને અનન્યા પાંડે અને મૌની રોય સુધી લાંબી છે લિસ્ટ

કતારમાં FIFA World Cup 2022નું સેમીફાઇનલ ચાલી રહ્યુ છે. આ વર્લ્ડ કપના મુકાબલાનો આનંદ ઉઠાવવા માટે દુનિયાની મોટી-મોટી હસ્તિઓ કતાર પહોંચી છે. ત્યારે બોલિવુડ સ્ટાર્સ કેમ રહી જાય ? બોલિવુડ પર પણ આ વર્લ્ડ કપનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બોલિવૂડ સેલેબ્સ આ વખતે તેમના પરિવાર સાથે ફિફા વર્લ્ડ કપની મજા માણવા આવ્યા છે, ત્યારે તેઓ તેમના ફેન્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરી રહ્યાં છે.

તાજેતરમાં અનન્યા પાંડેએ તેનો એક વીડિયો ચાહકો સાથે શેર કર્યો હતો, જેમાં તે ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહામને સ્ટેન્ડ પર જોઈને ખુશ જોવા મળી હતી. જો કે, અનન્યા પાંડે સિવાય પણ ઘણા એવા સેલેબ્સ છે જેઓ ફિફા વર્લ્ડ કપની સેમી ફાઈનલનો ભાગ બનવા માટે પહોંચ્યા છે. અભિનેત્રી કરિશ્મા કપૂરે પણ પોતાની ફીફા પળોને ચાહકો સાથે શેર કરી છે.

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, કેવો અનુભવ છે. અભિનેત્રીના આ ફોટા પર કોમેન્ટ કરતાં સોહા અલી ખાને લખ્યું- અમેઝિંગ. છૂટાછેડાના સમાચારને કારણે આ દિવસોમાં હેડલાઇન્સમાં રહેલી ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પણ ફિફા વર્લ્ડ કપ 2022ની મજા માણવા પહોંચી હતી. સાનિયાએ તસવીરો અને વીડિયો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું,

ફિફા વર્લ્ડ કપ માટે દોહાની ટૂંકી અને ખૂબ જ મીઠી સફરનું અદ્ભુત વાતાવરણ અને અનુભવ ખૂબ જ ખાસ છે. સાનિયાના આ ફોટો પર ફેન્સ અને સેલેબ્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ટીવીથી લઇને બોલિવુડ સુધી પોતાની ખૂબસુરતી અને અભિનયનો જલવો વિખેરી રહેલી મૌની રોય પણ તેના પતિ સાથે ફીફા વર્લ્ડ કપ 2022ની શરૂઆતમાં પહોંચી હતી, જેની તસવીરો અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ચાહકો માટે પોસ્ટ કરી હતી.

આ સિવાય બોલિવૂડ એક્ટર સંજય કપૂર પણ પોતાના પરિવાર સાથે ફિફા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચ્યો હતો, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. અનન્યા પાંડે, કરિશ્મા કપૂર, મૌની રોય અને સંજય કપૂર સિવાય શનાયા કપૂર, ચંકી પાંડે પણ પહોંચ્યા હતા, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં અનન્યા આર્જેન્ટિનાની જર્સી પહેરેલી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Kapoor (@sanjaykapoor2500)

તમને જણાવી દઈએ કે, FIFA વર્લ્ડ કપ 2022ની ઓપનિંગ સેરેમનીમાં જ્યાં અભિનેત્રી નોરા ફતેહીએ ડાન્સ કર્યો હતો અને ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો, ત્યાં હવે દીપિકા પાદુકોણ વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે. FIFA વર્લ્ડ કપની વાત કરીએ તો, આર્જેન્ટિનાની ટીમે ફીફા વર્લ્ડ કપ 2022ના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવ્યું હતું. આ મેચમાં સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીનો જાદુ કામ કરી ગયો. મેસ્સીએ પહેલો ગોલ કર્યો અને પછી સતત બે વધુ ગોલ કરીને પોતાની ટીમને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો. તમને જણાવી દઈએ કે રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફાઈનલ મેચ મેસ્સીની છેલ્લી મેચ હશે. જે બાદ તે નિવૃત્ત થઈ જશે.

Shah Jina