ટીવીની જાણીતી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી લગ્ન કર્યા બાદ સ્થાયી થઈ ગઈ છે. લગ્ન બાદ તેણે પોતાના પતિ સાથે રોમેન્ટિક અંદાજમાં તેની તસવીરો ચાહકો સાથે શેર કરી હતી. જેમાંથી એક તસવીરમાં તે તેના પતિ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. સ્ટાર પ્લસ શો સાથ નિભાના સાથિયામાં ગોપી વહુના નામથી જાણીતી ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જી આ તસવીરમાં તેના પતિના ખભા પર હાથ રાખીને રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહી હતી.
બંનેની આ તસવીર જોઈને ફેન્સ પણ તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. દેવોલિના ભટ્ટાચાર્જીએ ગુપચુપ રીતે લગ્ન કરી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. 14 ડિસેમ્બર 2022ના રોજ અભિનેત્રીએ તેના જીમ ટ્રેનર બોયફ્રેન્ડ શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા. સોશિયલ મીડિયા અભિનેત્રીના લગ્નની અને તે પહેલા તેમજ બાદની તસવીરો અને વીડિયોથી ભરેલું છે.
તસવીરોમાં ન્યૂલી વેડ બ્રાઇડના રૂપમાં દેવોલિના સુંદર લાગી રહી છે, જ્યારે તેનો પતિ પણ સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. દેવોલિના ભટ્ટાચાર્જીએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી, જેમાં શાહનવાઝને તેણે બધાનો જીજા કહ્યો હતો. અભિનેત્રી તેને પ્રેમથી શોનુ કહીને બોલાવે છે. તેના બ્રાઈડલ લુકની સાથે અભિનેત્રીએ તેના પતિ સાથેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. શાહનવાઝ સાથે લગ્ન પહેલા દેવોલીનાએ તેને 2-3 વર્ષ ડેટ કર્યો હતો.
શાહનવાઝ ફિટનેસ ટ્રેનર છે, તે સેલિબ્રિટીઝને એક્સરસાઇઝ પણ કરાવે છે. દેવોલિના ભટ્ટાચાર્જીએ 13 ડિસેમ્બરે હલ્દી અને મહેંદીની કેટલીક તસવીરો શેર કરીને ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સને મૂંઝવણમાં મૂકી દીધા હતા. લોકો મૂંઝવણમાં હતા કે દેવોલિના લગ્ન કરવા જઈ રહી છે કે પહેલાની જેમ કોઇ પ્રમોશનલ પ્રેન્ક છે. પરંતુ બીજા દિવસે જ સ્પષ્ટ થઈ ગયું કે આ તસવીરો દેવોલીનાના લગ્નના ફંક્શનની છે. આ લગ્નમાં માત્ર થોડા જ લોકો હાજર હતા,
જેમાંથી મોટા ભાગના દેવોલીનાના મિત્રો હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્ન ફક્ત એટલા માટે ખાનગીમાં કરવામાં આવ્યા હતા કારણ કે દેવોલીનાના પતિ અને તેનો પરિવાર ભવ્ય લગ્ન ઇચ્છતા ન હતા. બંને લાંબા સમયથી લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ એક યા બીજા કારણોસર લગ્નમાં વિલંબ થઇ રહ્યો હતો. જો કે, એવા અહેવાલો છે કે દેવોલીના તેના પતિને ઇન્ટ્રોડ્યુસ કરાવવા મુંબઈમાં રિસેપ્શનમાં રાખશે.
રિસેપ્શન જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં થઈ શકે છે. અત્યારે બંને હનીમૂન પર ક્યાંય નહીં જાય. ઉલ્લેખનીય છે કે, દેવોલિનાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે ખુરશી પર ચઢી પતલી કમરિયા પર ડાન્સ કરી રહી હતી અને આ દરમિયાન તેના પતિ સાથે તેના મિત્રો પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram