‘તારક મહેતા…’ની જુના અંજલી ભાભી અત્યારે દેખાય છે આવા, વીડિયો જોઈને કહેશો વાહ ગજબ

છેલ્લા 14 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો લાંબા સમયથી તેની સફળતાનો પૂરો આનંદ લઇ રહ્યો છે. તારક મહેતામાં છેલ્લા કેટલાક સમયમાં ઘણા બદલવા આવ્યા છે. ઘણા જૂના કલાકારો જે આ શો સાથે પહેલાથી સંકળાયેલા હતા તેમણે શો છોડી દીધો છે અને તેમની જગ્યા નવા કલાકારોએ લઇ લીધી છે. જો કે, આજે પણ તેમને તારક મહેતા શોમાં તેમના પાત્ર માટે યાદ કરવામાં આવે છે. આવું જ એક પાત્ર છે અંજલિ મહેતા. જે હાલ સુનૈના ફોજદાર નિભાવી રહી છે. તેણે નેહા મહેતાને રિપ્લેસ કરી હતી.

નેહા મહેતાએ વર્ષ 2020માં જ શો છોડી દીધો હતો. છેલ્લા 2 વર્ષથી તે ક્યાંય નજર નથી આવી રહી. સોશિયલ મીડિયા પર પણ તે એટલી બધી એક્ટિવ નથી રહેતી. પરંતુ તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેનો બદલાયેલો અંદાજ જોઇ સૌ કોઇ હેરાન છે. આ વીડિયો ગણપતિ પૂજાના પ્રસંગનો છે જ્યારે નેહા સંપૂર્ણ મરાઠી લુકમાં જોવા મળી. નેહાના વીડિયો પર ચાહકો તેને વિનંતી કરતા જોવા મળ્યા હતા કે, કંઈપણ કરો અને તારક મહેતા પાસે પાછા ફરો. પરંતુ આ દિવસોમાં નેહા મહેતા ગુજરાતી ફિલ્મો અને આલ્બમ વીડિયોમાં કામ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે નેહાએ શો છોડ્યો ત્યારથી સુનૈના ફોજદાર અંજલી તારક મહેતાનો રોલ કરી રહી છે. નેહા તાજેતરમાં ચર્ચામાં આવી હતી જ્યારે તેણે શોના નિર્માતા અસિત મોદી પર પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો હતો. નેહાએ કહ્યું કે શો છોડ્યા પછી તેને 6 મહિના સુધી ફી આપવામાં આવી ન હતી અને તે એ ફી લઇને રહેશે કારણ કે તે તેના હકના પૈસા છે. નેહા 2008થી શોનો ભાગ હતી, તેણે 12 વર્ષ સુધી કામ કર્યા પછી આ સિટકોમને અલવિદા કહ્યુ હતુ. શોના નિર્માતા અસિત મોદીએ નેહાના તમામ આરોપોનો ખુલ્લેઆમ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું કે એકાઉન્ટ વિભાગના લોકોએ તેમના અંતિમ સમાધાન માટે ઘણી વખત તેમનો સંપર્ક કર્યો છે. પ્રોડક્શન હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “નેહા શોને હંમેશ માટે છોડવા માટેના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં અનિચ્છા અનુભવે છે.” જેના વિના આપણે તેમને સંપૂર્ણ અને અંતિમ આપી શકતા નથી. આ અમારી કંપનીની નીતિ છે. તેણે છેલ્લા બે વર્ષથી અમારા તમામ કોલનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું અને અમને મળ્યા વિના પણ શો છોડી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Neha Mehta (@mehta.neha.sk)

Shah Jina