બાળકનો ખોળામાં લઇ ભીખ માંગી રહેલી મહિલાને દીપિકા પાદુકોણે કર્યું આવું તો લોકોનો મગજ છટક્યો, ધુંવાપુવા થઈને કરી ટ્રોલ

દીપિકા પાદુકોણે ભીખ માંગી રહેલી બિચારી મહિલા સાથે આવું કરી નાખ્યું, તમે જાતે જ જોઈ લો વીડિયો

બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણ અવાર નવાર સમાચારોમાં રહે છે. તેને અવાર નવાર પેપરાજી દ્વારા એરપોર્ટ પર અથવા તો ડિનર કે લંચ પર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે દીપિકાનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક રેસ્ટોરન્ટમાંથી ડિનર બાદ બહાર નીકળતી જોવા મળે છે. દીપિકાને પેપરાજી દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી, આ દરમિયાન અભિનેત્રી પોઝ આપ્યા વગર જ સીધી તેની કારમાં બેસી ગઈ હતી. પરંતુ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળીને કારમાં બેસતી વખતે કંઈક એવું થયું જેના કારણે દીપિકા ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ.

બન્યું એવું કે જ્યારે દીપિકા પાદુકોણ કારમાં બેઠી હતી ત્યારે એક મહિલા બાળકને ખોળામાં લઈને તેની પાસે પૈસા માંગવા આવી હતી. દરવાજો બંધ હોવાથી કારમાં બેઠેલી દીપિકા તેને જોઈ શકી ન હતી. મહિલા લાંબા સમય સુધી દીપિકાને બોલાવતી રહી. દીપિકા તરફથી કોઈ જવાબ ન મળવાને કારણે મહિલા નિરાશ થઈને ત્યાંથી નીકળી ગઈ. દીપિકાનો આ વીડિયો ફોટોગ્રાફર વિરલ ભયાણીએ 30 સપ્ટેમ્બર 2021ના રોજ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ ઘણા યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા હતા.

લોકોએ વાંધો ઉઠાવ્યો હતો કે તે મહિલાને 100 રૂપિયા પણ ન આપી શકી. એક યુઝરે કહ્યું- ‘100 રૂપિયા આપી દીધા હોત.’ બીજાએ કહ્યું, મૅમ, કાર જેટલી મોટી છે, એટલું મોટું દિલ પણ રાખો.’ જોકે કેટલાક ફેન્સે દીપિકાને સપોર્ટ કરતા પણ જોવા મળ્યા હતા. લોકોએ લખ્યું કે કારની વિન્ડો બંધ હોવાને કારણે દીપિકાએ મહિલાનો અવાજ સાંભળ્યો નહોતો. એક યુઝરે લખ્યું, ‘સામાન્ય લોકો પણ આવા ભિખારીઓને નજરઅંદાજ કરે છે, તો સેલિબ્રિટીઝ કેમ નહીં ?’

તો કોઈએ કહ્યું કે ‘મહિલા કેમેરા પર ધ્યાન આપવા માટે આ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મુંબઈમાં સમુદ્ર તરફનું એક આલીશાન ઘર ખરીદ્યું છે. હાલમાં તેનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા-રણવીરના આ નવા ઘરની કિંમત 119 કરોડ રૂપિયા છે. બાંદ્રાના પોશ વિસ્તારમાં બેન્ડસ્ટેન્ડ પાસે આવેલું કપલનું આ નવું ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં સલમાન ખાનના ફ્લેટ અને શાહરૂખ ખાનના 6 માળના ભવ્ય બંગલા મન્નતની નજીક છે.

29 નવેમ્બરના રોજ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના અંડરકન્સ્ટ્રક્શન હાઉસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા છેલ્લે ફિલ્મ ‘ગહેરાઇયા’માં જોવા મળી હતી. ટૂંક સમયમાં જ તે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ સાથે ‘પઠાન’માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે હ્રતિક રોશન સાથે ફિલ્મ ‘ફાઇટર’ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina