“બાપ એવા બેટાને વડ એવા ટેટા..” એ કહેવતને સાબિત કરી આપી ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના લાડલાએ, જુઓ હાર્મોનિયમ પર કેવા સુર રેલાવ્યા
આપણા ગુજરાતીમાં બે કહેવત ખુબ જ પ્રચલિત છે કે “મોરના ઈંડાને ચીતરવા ના પડે”, અને બીજી કહેવત છે “બાપ એવા બેટાને વડ એવા ટેટા”. આ બંને કહેવતો આમ તો બાપમાંથી દીકરામાં આવેલા ગુણો માટે કહેવામાં આવે છે. ત્યારે આ બંને કહેવતોને સાચી સાબિત કરી છે ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના દીકરાએ.
કિર્તીદાન ગઢવી ડાયરાના મંચ પરથી હંમેશા રમઝટ બોલાવતા જોવા મળે છે. તેમના ડાયરાને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહે છે, આ ઉપરાંતકિર્તીદાન તેમના ડાયરાની ઝાંખી તેમના સોશિયલ મીડિયા દ્વારા પણ બતાવતા રહે છે. ગુજરાતમાં જ નહિ પરંતુ ગુજરાતની બહાર અને વિદેશોમાં પણ કિર્તીદાનનો મોટો ચાહકવર્ગ છે.
ત્યારે હાલમાં જ કિર્તીદાન ગઢવીએ તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેને તેમના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, આ વીડિયો કિર્તીદાનના કોઈ ડાયરાનો નથી, પરંતુ તેમના દીકરા સાથેની કેટલીક રોમાંચક ક્ષણોનો જોવા મળી રહ્યો છે અને તેમના દીકરાની ક્યુટનેસ ચાહકોના દિલ પણ જીતી રહી છે.
વીડિયોમાં કિર્તીદાન અને તેમનો દીકરો હાર્મોનિયમ પર રિયાઝ કરતા જોવા મળી રહ્યા છે. સુર સમ્રાટ કિર્તીદાનનો લાડલો “કેસરીયા તેરા ઇશ્ક હે પિયા” પર હાર્મોનિયમ પર પિતા સાથે જુગલબંધી કરતો જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કિર્તીદાન ગીતની એક લાઇન બોલે છે અને પછી દીકરો એ ગીતમાં સુર પુરાવે છે.
View this post on Instagram
આ ઉપરાંત કિર્તીદાન ગઢવી દીકરા રાગને સુરની સરગમ સારેગામા પણ શીખવતા જોવા મળી રહ્યા છે. તેમનો આ વીડિયો હવે ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને તેમના દીકરાના વખાણ કરતા પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ થયાના થોડા જ કલાકમાં તેને 54 હજાર કરતા પણ વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.
View this post on Instagram
આ ઉપરાંત કિર્તીદાનના ધર્મપત્ની સોનલ ગઢવીએ પણ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં કિર્તીદાન ગઢવી ઘરમાં જે બેસીને હાર્મોનિયમ પર રિયાઝ કરતા જોવા મળે છે ત્યારે જ તેમનો દીકરો રાગ તેમની બાજુમાં ઉભો છે અને તેમના પર નોટોનો વરસાદ કરી રહ્યો છે. ત્યારે આ વીડિયોને પણ તેમના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.