કિંજલ દવે અને કિર્તીદાન ગઢવીની જેમાં ગુજરાતની આ લોકપ્રિય ગાયિકાએ પણ પોતાના માટે છોડાવી લક્ઝુરિયસ કાર, પતિ સાથે હાથમાં હાથ પરોવી નીકળી રાઈડ પર, જુઓ વીડિયો

વધુ એક ગુજરાતની લોકપ્રિય ગાયિકાની હવે રોયલ કારમાં પડશે એન્ટ્રી, ખરીદી હતી શાનદાર લક્ઝુરિયસ કાર, તસવીરો પર વરસાવ્યો ચાહકોએ પ્રેમ, જુઓ

ગુજરાતી ગાયકોનો સ્ટેજ પર હંમેશા દબદબો જોવા મળે છે, તેમના પ્રોગ્રામોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે અને તેમના સુરીલા અવાજના સથવારે ઝૂમી ઉઠતી હોય છે. ગુજરાતની ધરતીએ ઘણા બધા સિંગરો આપ્યા છે, જે પોતાની મહેનતથી આખા ગુજરાતમાં આગવું નામ બનાવી ચુક્યા છે.

એક સમયે માત્ર સામાન્ય પૈસા લઈને ગાતા સિંગરો આજે એક શો માટે લાખો રૂપિયાની ફી પણ વસુલતા હોય છે, ત્યારે હાલ તેમનું જીવન પણ ખુબ જ વૈભવી બની ગયું છે, જેની ઝાંખી તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ થતી તસવીરો અને વીડિયોમાં પણ જોઈ શકાય છે. સિંગરો તેમના સોશિયલ મીડિયામાં પોતાના વૈભવી જીવનની પણ ઝાંખી બતાવે છે.

ત્યારે છેલ્લા થોડા સમયમાં જ ગુજરાતના ઘણા બધા ખ્યાતનામ સિંગરોએ પોતાના માટે વૈભવી કાર ખરીદી છે, ત્યારે આ લિસ્ટમાં હવે વધુ એક નામ પણ જોડાઈ ગયું છે. આ નામ છે ગુજરાતની લોકપ્રિય ગાયિકા તેજલ ઠાકોરનું. તેજલ ઠાકોરે પણ હાલમાં જ પોતાના માટે એક શાનદાર લક્ઝુરિયસ કાર ખરીદી છે.

તેજલ ઠાકોર અને તેમના ભરથાર રાજભા ઝાલાએ તેમના સોશિયલ મીડિયા પર આ નવી કાર ખરીદવાની ખુશીઓ પણ શેર કરી છે. રાજભાએ એક વીડિયો શિર કર્યો છે, જેમાં તે નવી નક્કોર લક્ઝુરિયસ ટોયોટા ફોર્ચ્યુનર કારનો પડદો ઉઠાવતા જોવા મળી રહ્યા છે. બ્લેક રંગની આ કાર ખુબ જ શાનદાર દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Raj_zala_official (@rajbhaazala.1212)

તો અન્ય એક વીડિયોમાં તે રાઈડ પર જતા પણ જોવા મળી રહ્યા છે, જેમાં તેમની સાથે તેમની પત્ની અને લોકપ્રિય ગાયિકા તેજલ ઠાકોર પણ જોવા મળી રહી છે, આ દરમિયાન રાજભા કાર ચલાવી રહ્યા છે તો તેજલ તેમની બાજુની સીટ પર બેઠેલી છે. સાથે જ તેજલ રાજભાનો હાથ પણ પકડતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Raj_zala_official (@rajbhaazala.1212)

પોતાની નવી લક્ઝુરિયસ કારમાં રાઈડ પર નીકળેલા આ રોમાન્ટિક કપલના વીડિયોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો તેમના આ વીડિયો પર નવી કાર માટે તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે તો સાથે જ આ કપલની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટોયોટા કંપની આ ફોર્ચ્યુનર કારની એક્સ શોરૂમ કિંમત 32.59 લાખથી શરૂ થઈને 50.34 લાખ રૂપિયા સુધી છે.

 

View this post on Instagram

 

A post shared by Tejal Thakor (@tejalthakorofficial)

તેજલ ઠાકોરની પ્રોફાઈલ જોતા આ કાર તેમણે થોડા સમય પહેલા ખરીદી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને આ કાર ખરીદવાની તસવીરો 3 સપ્ટેમ્બરના રોજ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી. પરંતુ હાલ આ કાર સાથેનો વીડિયો તેમના ભરથાર રાજભા ઝાલાએ શેર કરતા ફરી વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel