મનોરંજન

કરીના કપૂરે પતિ સૈફને તૈમુર સામે જ કરી દીધી હોઠ પર કિસ, ઘરે જઇને કેમ નથી કરતા આ બધુ – વીડિયો જોઇ ભડકેલા લોકો બોલ્યા

કરીના કપૂર જાહેરમાં સૈફ સાથે લિપ કિસ કરવા લાગી, દીકરા તૈમુર ફોનમાં બીઝી કરી દીધો જુઓ તસવીરો

કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલીવુડના એવા કપલમાંથી એક છે જેમની કેમેસ્ટ્રી લગ્નના 10 વર્ષ પછી પણ એકદમ રિફ્રેશ લાગે છે. બંને એકબીજાના પ્રેમમાં પાગલ છે અને એટલું જ નહીં, એકબીજા સાથેના પ્રેમને વ્યક્ત કરવાનો પણ કોઈ મોકો છોડતા નથી. કરીના અને સૈફ રોમાન્સ કરવાનો પણ કોઈ મોકો છોડતા નથી અને બંને ઘણી વખત જાહેરમાં સાથે જોવા મળે છે.

સૈફ અને કરીનાનો એક વીડિયો હાલ સામે આવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેત્રી સાથે તૈમુર અને સૈફ તેના ઘરની બહાર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સૈફે તૈમુરને ખભા પર ઊંધો લટકાવ્યો છે અને કરીના કપૂર ફોન પર વાત કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન જ અચાનક કરીના અને સૈફ તેમના મોટા પુત્ર તૈમુર અલી ખાનની સામે જ હોઠ પર કિસ કરે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કરીના, સૈફ અને તૈમૂર કારમાંથી નીચે ઉતરે છે અને તૈમૂર તેના પિતાના ખભા પર છે. કરીના ફોન પર વાત કરી છે અને પછી તે સૈફને બોલાવે છે અને તેને લિપ કિસ કરી દે છે. જ્યાં ઘણા લોકોને કરીના અને સૈફનો આ કિસિંગ વીડિયો ક્યૂટ અને રોમેન્ટિક લાગી રહ્યો છે, ત્યાં એવા લોકો પણ છે જે આ વીડિયોને લઇને બંનેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે કપલે તૈમુરની સામે કિસ ન કરવી જોઈએ. ઘણા લોકોએ આને ‘નોટંકી’ ગણાવી અને કહ્યું કે આ બધુ ઘરની અંદર કરવું જોઈએ, મીડિયાની સામે ઘરની બહાર કરવાનો કોઈ અર્થ નથી. આ બધાની વચ્ચે તૈમુર જે તેના અબ્બા સૈફુના ખભા પર ઊંધો લટકતો હતો તે પણ લાઈમલાઈટનો ભાગ બન્યો હતો.લુકની વાત કરીએ તો, કરીના કપૂરે કેઝ્યુઅલ કૂલ કપડાં પહેર્યા હતા, જેમાં તેનો નો-મેકઅપ લુક જોવા મળ્યો હતો.

આ દરમિયાન બેબોએ સ્કાય બ્લુ રંગની હૂડી પહેરી હતી, જેની સાથે તેણે બ્લેક ટ્રેક પહેર્યું હતું. આ સાથે તેણે રેડ કેપ પણ પહેરી હતી, જેની સાથે મેળ ખાતા સ્પોર્ટ્સ શૂઝ કેરી કર્યા હતા.સૈફ અલી ખાનની વાત કરીએ તો, તેણે વાદળી રંગની ટી-શર્ટ પહેરી હતી, જેની સાથે તેણે ડેનિમ જીન્સ પહેર્યું હતું. આ ઉપરાંત તૈમુરે આ દરમિયાન હળવા શેડની ટી-શર્ટ સાથે શોર્ટ્સ મેચ કર્યા હતા. અબ્બાના ખભા પર લટકતો તૈમૂર હંમેશાની જેમ તેની ક્યુટનેસથી દિલ જીતી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)