આ અભિનેત્રી કિડની ફેલ થવાનો ખુલાસો કરી પછતાઇ, કામ મળવાનું થયુ બંધ, આવી હાલત થઇ ગયા…દયા આવશે વાંચીને

ટીવી અભિનેત્રી અનાયા સોની લગભગ બે વર્ષોથી ડાયાલિસિસ પર ચાલી રહી છે. ‘મેરે સાઇ’ ફેમ અભિનેત્રીએ જ્યારથી તેની કિડની ફેલ્યોરની ખબર સોશિયલ મીડિયા પર શેર કરી છે, ત્યારથી તેની મુસીબતો વધી ગઇ છે. તેની આ બીમારીને કારણે ઘણા પ્રોજેક્ટ્સ હાથમાંથી નીકળતા જઇ રહ્યા છે. સતત ડાયાલિસિસના ખર્ચા અને કામની તંગીએ કારણે આ અભિનેત્રીને તોડીને રાખી છે.આજતક સાથે વાતચીતમાં અનાયા જણાવે છે કે, હું બે દિવસ પહેલા જ સીરીયલ ‘મેરે સાંઈ’ના શૂટિંગમાંથી પાછી ફરી છું.

ડાયાલિસિસના કારણે હું નિયમિત કામ કરી શકતી નથી. જે દિવસે ડાયાલિસિસ થાય છે તે દિવસે સેટ પર પહોંચવું મુશ્કેલ બની જાય છે. મારે દર અઠવાડિયે ત્રણ વાર ડાયાલિસિસ માટે જવું પડે છે. કુલ મળીને, હું એક મહિનામાં 12 દિવસ આમાંથી પસાર કરું છું. જ્યાં સુધી કિડની ન મળે ત્યાં સુધી આ ચાલુ રહેશે. દરેક સેશન માટે પંદરસો રૂપિયા લેવામાં આવે છે, આ સિવાય દવાઓની કિંમત અલગ છે. અનાયા આગળ કહે છે, આ માત્ર મારો મેડિકલ ખર્ચ છે, તેના ઉપર ઘરનું ભાડું અને બીજા ઘણા ખર્ચાઓ થઈ રહ્યા છે,

જ્યારે મેડિકલ કન્ડિશનને કારણે આવક પણ ઘણી ઘટી ગઈ છે. પહેલા હું મલાડમાં રહેતી હતી. ત્યાં ભાડાના પૈસા બચાવવા માટે મેં તાજેતરમાં ઘર પણ શિફ્ટ કર્યું છે, હોસ્પિટલ પાસે ઘર લીધું છે. જેથી મારો પ્રવાસ ખર્ચ પણ બચી જાય. દિવસો બહુ કપરા પસાર થઈ રહ્યા છે. મેં સોશિયલ મીડિયા પર મારી બંને કિડની ફેલ થવાની વાત કહી ત્યારથી જ સંઘર્ષ શરૂ થયો છે. વાસ્તવમાં હું મારી સારવાર માટે ભંડોળ એકત્ર કરવા અને પૈસા ઉપાડવા માંગતી હતી,

પરંતુ તે પોસ્ટ મારા માટે સમસ્યા બની ગઈ છે. હવે હું જ્યાં પણ ઓડિશન આપવા જાઉં છું કે કામ માટે પૂછું છું, મારી મેડિકલ કન્ડિશનને કારણે મને રિજેક્ટ કરવામાં આવે છે. હવે હું ડાયાલિસિસના દિવસે પણ શૂટિંગ કરવા તૈયાર છું. જો કે, તેમને ડર છે કે સેટ પર મારી સાથે કંઈક થઈ શકે છે, કોઈ જોખમ લેવા માંગતું નથી. અત્યારે હું નાની-નાની ભૂમિકાઓ કરીને મારું ગુજરાન ચલાવી રહી છું. અનાયાએ કહ્યું કે લોકો શું કહે છે તેની તેને કોઈ પરવા નથી, પરંતુ કામ ન મળવાને કારણે તે તૂટી ગઈ છે.

પરંતુ અનાયા સોની ખુશ છે કે કેટલાક લોકોએ તેની મદદ પણ કરી છે. અનાયા સોનીએ જણાવ્યું કે સોનુ સૂદ અને ‘મેરે સાંઈ’ના સેટ પરથી લોકોએ તેને પૈસાની મદદ કરી છે. અનાયા સોની હાલમાં ‘મેરે સાંઈ’નું શૂટિંગ કરી રહી છે અને તેનું ડાયાલિસિસ પણ ચાલી રહ્યું છે. જણાવી દઇએ કે, અનાયા સોનીની 2015માં બંને કિડની ફેઈલ થઈ ગઈ હતી. પછી તેના પિતાએ તેને તેની એક કિડની આપી. પરંતુ કોવિડમાં આ કિડની પણ ફેલ થઈ ગઈ.

Previous Article

કાંખઘોડીના સહારે ચાલતા પોલિયોગ્રસ્ત યુવકને મેટ્રોમોનિયલ સાઈટ પર મળી શ્વેતા, પહેલા 2 છોકરીઓએ રીઝેક્ટ કર્યો અને પછી શ્વેતા સાથે જે થયું તે કહાની આંસુઓ લાવી દેશે

Next Article

બાળકનો ખોળામાં લઇ ભીખ માંગી રહેલી મહિલાને દીપિકા પાદુકોણે કર્યું આવું તો લોકોનો મગજ છટક્યો, ધુંવાપુવા થઈને કરી ટ્રોલ

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨
error: Unable To Copy Protected Content!