પ્રેમ માટે આ 8 સેલિબ્રિટીઓએ તોડી મજહબની દીવાલ, અમુકે લગ્ન કરી બદલ્યો ધર્મ

આ 8 હીરો-હિરોઈને પ્રેમમાં દીવાના થઈને ધર્મની દીવાલ તોડી નાખી, 4 નંબર વાળી તમારા દિલમાં જ છે

કહેવાય છે કે પ્રેમનો કોઇ ધર્મ નથી હોતો. આ કહેવતને ગ્લેમર ઇન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્સે સિદ્ધ કરીને બતાવી છે. જયાં એકટર્સે પ્રેમ માટે મજહબની દીવાલને તોડી સામે વાળાને અપનાવ્યા. ટીવીથી લઇને ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં કેટલાક એવા સેલેબ્સ છે જેમણે સમાજની ચિંતા કર્યા વગર તેમના પાર્ટનર સાથે લગ્ન કર્યા અને ધર્મ બદલ્યો.

1.દીપિકા કક્કર : “સસુરાલ સિમર કા” ફેમ ટીવી અભિનેત્રી દીપિકા કક્કર ઇબ્રાહિમે તેના કો-એક્ટર શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ દીપિકાએ ઇસ્લામ કબૂલ કર્યો, જે બાદ તેનું નામ ફૈજા રાખવામાં આવ્યુ. દીપિકાને તેના આ નિર્ણય માટે ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી.

2.અમૃતા સિંહ : મંસૂર અલી ખાન પટૌડીના દીકરા સૈફ અલી ખાને અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. તે સિખ ધર્મથી હતી. તેણે સૈફ સાથે લગ્ન બાદ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. હાલ તો તે બંને અલગ થઇ ચૂક્યા છે અને સૈફે કરીના સાથે લગ્ન કર્યા છે.

3.હેજલ કિચ : અભિનેત્રી હેજલ કિચે ઇન્ડિયન ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા હતા. યુવરાજ સાથે લગ્ન કર્યા બાદ હેજલે સિખ ધર્મ અપનાવ્યો. લગ્ન બાદ હેજલનું નામ ગુરબસંત કૌર રાખવામાં આવ્યુ.

4.આયશા ટાકિયા : બોલિવુડ અભિનેત્રી આયશા ટાકિયાના પિતા એક હિંદુ અને માતા એંગ્લો ઇન્ડિયન છે. તે સપા નેતા અબૂ આઝમીની વહુ અને ફરહાન આઝમીની પત્ની છે. ફરહાન એક રેસ્ટોરન્ટના માલિક છે. ફરહાન સાથે લગ્ન કર્યા બાદ આયશાએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો.

5.ધર્મેંદ્ર અને હેમામાલિની : ધર્મેંદ્ર અને હેમા માલિનીની સદાબહાર જોડી આજે પણ ચાહકોની ફેવરિટ બનેલી છે. આ કપલ રિલેશનશિપ ગોલ આપે છે. પહેલાથી જ ધર્મેંદ્રના લગ્ન થઇ ગયા હતા અને તે બાદ તેમને હેમા માલિની સાથે પ્રેમ થઇ ગયો હતો. તે તેમની પત્નીને તલાક આપવા માંગતા ન હતા અને તેમણે હેમા સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ કબૂલ કર્યો અને પછી લગ્ન કર્યા. તેમના બે અલગ અલગ પરિવાર છે.

6.શર્મિલા ટાગોર : શર્મિલા ટાગોર એક બંગાળી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મંસૂર અલી ખાન પટૌડી સાથે પ્રેમ થઇ ગયો હતો. જયારે લગ્નની વાત આવી ત્યારે તેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને મંસૂર અલી ખાન સાથે લગ્ન કર્યા.

7.નરગિસ : સુનીલ દત્ત અને નરગિસની જોડીએ ફિલ્મોમાં ઘણી ધમાલ મચાવી છે. નરગિસ દત્તનું અસલી નામ ફાતિમા રાશિદ હતુ. સુનીલ દત્તનું અસલી નામ બલરાજ દત્ત હતુ. લગ્ન બાદ ફાતિમા રાશિદ નરગિસ થઇ ગઇ હતી.

8.ગૌરી ખાન : બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન હિંદુ પરિવારથી તાલ્લુક રાખતી હતી. શાહરૂખ સાથે લગ્ન બાદ તેણે હિંદુ ધર્મ ત્યાગી મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો.

Shah Jina