“આશ્રમ” સીરીઝે બદલી ‘ભોપા સ્વામી’ની કિસ્મત, રિયલ લાઇફમાં છે ખૂબ જ સ્ટાઇલિશ

આખરે કેવી છે “આશ્રમ”માં બાબા નિરાલાની કાળી કરતૂતોમાં સાથ આપનાર ભોપા સ્વામીની રિયલ લાઇફ

એમએક્સ પ્લેયરની લોકપ્રિય અને ચર્ચિત વેબ સીરીઝ આશ્રમની ત્રીજી સિઝન ધૂમ મચાવી રહી છે. બાબા નિરાલાની કહાનીવાળી આ સીરીઝના ત્રીજા સિઝનને લગભગ 32 કલાકમાં જ 100 મિલિયન વાર જોવામાં આવી છે. પહેલા બે સીઝનને દર્શકો દ્વારા ઘણા સરાહવવામાં આવ્યા હતા અને જેનાથી આ ભારતીય ઓટીટી પર સૌથી વધારે જોનાર સીરીઝ બીન ગઇ હતી. બોબી દેઓલ સ્ટારર સીરીઝ આશ્રમનો ત્રીજો ભાગ આ દિવસોમાં ઘણો હેડલાઇન્સમાં છે. સીરીઝમાં બાબા નિરાલા બનેલા બોબી દેઓલના કામને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે.

આ સીરીઝના અન્ય ઘણા કલાકાર પણ સીરીઝ પછી જબરદસ્ત ચર્ચામાં છે, જેમાં બબીતા, સાધ્વી માતા, પમ્મી, ભોપા સ્વામી, સોનિયા વગેરે સામેલ છે. આ સીરીઝમાં બબીતાનું પાત્ર ત્રિધા ચૌધરીએ, જ્યારે પમ્મી પહેલવાનનું પાત્ર અદિતિ પોહનકરે નિભાવ્યુ છે. આશ્રમ 3માં સોનિયાનું પાત્ર ઇશા ગુપ્તાએ નિભાવ્યુ છે અને આખી સીરીઝમાં ભોપા સ્વામીનું પાત્ર ચંદન રોય સાન્યાલે નિભાવ્યુ છે. ભોપા સ્વામી જે આ સીરીઝમાં બાબા નિરાલાની કાળી કરતૂતોમાં સાથ આપે છે તેઓની રિયલ લાઇફ વિશે આજે અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ.

પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આશ્રમમાં ભોપા સ્વામીનું પાત્ર એક શાનદાર ગુંડાનું છે, જે આશ્રમમાં ચાલી રહેલા ગેરકાનૂની કામમાં બાબા નિરાલાનો સાથ આપે છે. તમને જણાવી દઇએ કે, ભોપા સ્વામીની ગણતરી ઇન્ડસ્ટ્રીમાં એક શાનદાર કલાકારના રૂપમાં કરવામાં આવે છે. તે એક એક્ટર હોવાની સાથે સાથે મોડલ પણ છે.ચંદન રોય બોલિવૂડ અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તેનો જન્મ 30 જાન્યુઆરી 1930ના રોજ થયો હતો. તે એક બંગાળી પરિવારનો છે અને તે દિલ્હીની ઝાકિર હુસૈન કોલેજમાંથી ગણિતમાં સ્નાતક થયો છે.

ચંદન રોયે ફિલ્મ રંગ દે બસંતીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જો કે આ ફિલ્મમાં ચંદન રોયનું પાત્ર ખૂબ નાનું હતું. આ પછી તે કમીને ફિલ્મમાં જોવા મળ્યો હતો. 2009માં આવેલી આ ફિલ્મમાં તેણે સહાયક ભૂમિકાથી દર્શકો અને વિવેચકોમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી.વર્ષ 2010માં ચંદને બંગાળી ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યું હતું અને તેની પ્રથમ ફિલ્મ મહંકર કોલકાતા હતી. અપરાજિતા તુમી ફિલ્મથી તેને બંગાળી સિનેમામાં ઓળખ મળી હતી. ત્યાં તે પ્રાગ નામની રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો.

ચંદને જઝબા, જબ હેરી મેટ સેજલ, શેફ, બંગીસ્તાન, જબરિયા જોડી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેને જબરદસ્ત ઓળખ વેબ સિરીઝ આશ્રમથી મળી. આ સિરીઝ પછી ભોપા સ્વામીના રોલમાં ચંદન રોયને એક અલગ જ ઓળખ મળી. આજે ચંદન રોય સાન્યાલ બોલિવૂડ અને બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. ટૂંક સમયમાં દર્શકો તેને આશ્રમના ચોથા ભાગમાં પણ જોઈ શકશે.

તમને જણાવી દઈએ કે ‘આશ્રમ’ એક મહાન પાપી બાબા નિરાલાની કાલ્પનિક વાર્તા છે જે મહિલાઓનું શોષણ કરે છે, ડ્રગ્સના વેપાર સહિત રાજકારણમાં દખલ કરે છે. ત્રીજી સીઝન એક બદનામ-આશ્રમ 3માં, કાશીપુર વાલે બાબા વિલક્ષણ અને નિર્ભય બની ગયા છે અને તેમની સત્તા માટેની લાલસાએ તેમને અજેય બનાવ્યા છે. બાબા નિરાલાથી બદલો લેવા પમ્મીની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.ધર્મના પડદા પાછળ બાબા આ કાળાં કામો કરે છે.

એક છોકરી પમ્મી તેની જાળમાં ફસાઈ જાય છે. તે બાબા પર પૂરો ભરોસો કરે છે પરંતુ બાબા તેના પરિવારને દલદલમાં નાખી દે છે. આશ્રમની વાર્તા ડ્રગ્સ, બળાત્કાર, નરસંહાર અને રાજકારણની આસપાસ ફરે છે. નવી સિઝનમાં ઘણા નવા પાત્રો આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા પણ આ સિઝનમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી છે.

Shah Jina