ભગવાન વિષ્ણુ જે સમસ્ત લોકોના પાલનહાર કહેવામાં આવે છે અને તેના ભક્તો વૈષ્ણવ કહેવામાં આવે છે.ભગવાન વિષ્ણુ હિન્દૂ ધર્મના પ્રમુખ ત્રણ દેવતાઓમાંથી એક છે જેને હજારો નામથી જાણવામાં આવે છે. ભગવાન વિષ્ણુને આ શ્રુષ્ટિના રક્ષક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુનો વિશેષ દિવસ ગુરુવારને માનવામાં આવે છે. તેની સત્યનારાયણ ભગવાનના નામથી આ દિવસે પૂજા-પાઠ અને વ્રત કરવામાં આવે છે. રોજ નિયમાનુસાર વિષ્ણુ મંત્રનો જાપ કરવાથી વ્યત્કિના જીવનમાં સુખ-શાંતિ સમૃદ્ધિ અને વૈભવની ખામી નથી આવતી.

ભગવાન વિષ્ણુના મંત્રના ફાયદા:
આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને જીવનની દરેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.શ્રી હરિને ખુબ જ દયાવાન અને કૃપા કરનારા દેવતા માનવામાં આવ્યા છે.પૌરાણિક કથાઓમાં ભૃગુ ઋષિની કથા પ્રચલિત છે.આ કથાઓના સિવાય ભગવાન શ્રી હરિની આરાધના કરવા માટેના અમુક નિયમો પણ છે જેમ કે વિષ્ણુની પૂજા ગુરુવારે કરવામાં આવે છે.જે લોકો આ દિવસે વ્રત રાખે છે તેઓ પીળા રંગના કપડા પહેરે છે.તેના સિવાય દરેક મહિનાનાની પૂર્ણિમા પર ઘરોમાં સત્યનારાયણની પૂજા વગેરે થાય છે.શ્રી વિષ્ણુ મંત્ર કરવા માટે સૌથી પહેલા જરૂરી નિયમ બનાવો, મંત્ર કરતા પહેલા સ્નાન કરો, માંસ-મદિરાનું સેવન બિલકુલ પણ ના કરો આ બધી બાબતોનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.

ભગવાન વિષ્ણુને સમર્પિત મુખ્ય મંત્ર:
ॐ नमोः नारायणाय. ॐ नमोः भगवते वासुदेवाय ||
જલ્દી ફળ આપનારો શ્રીહરિ ગાયત્રી મંત્ર:
ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि।
तन्नो विष्णु प्रचोदयात्।।
ધન વૈભવ આપનારો શ્રીવિષ્ણુ ભગવાનનો મંત્ર:
ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि।
ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि।।

વિષ્ણુ કૃષ્ણ અવતાર મંત્ર:
श्रीकृष्ण गोविन्द हरे मुरारे।
हे नाथ नारायण वासुदेवाय।।
નીચે લખેલો મંત્ર ભગવાન વિષ્ણુની મહાનતાનો પરિચાયક છે જેનો જાપ વિધિ અને નિયમ અનુસાર કરવો જોઈએ.
વિષ્ણુ રૂપ પૂજન મંત્ર:
शांता कारम भुजङ्ग शयनम पद्म नाभं सुरेशम।
विश्वाधारं गगनसद्र्श्यं मेघवर्णम शुभांगम।
लक्ष्मी कान्तं कमल नयनम योगिभिर्ज्ञानगम्यम् ।
वन्दे विष्णुम भवभयहरं सर्व लोकैकनाथम।।

મંત્રનો અર્થ:જે હરિનું રૂપ એકદમ શાંતિમય છે જે શેષનાગની શય્યા પર શયન કરે છે.જેની નાભિમાંથી જે કમળ નીકળી રહ્યું છે તે સમસ્ત જગતનો આધાર છે.જે ગગનના સમાન દરેક જગ્યાએ વ્યાપ્ત છે,જે નીલા વાદળોના રંગની સમાન રંગવાળા છે.જે યોગિયોં દ્વારા ધ્યાન કરવા પર મળી જાય છે, જે ભયનો નાશ કરનારા છે. ધનની દેવી લક્ષ્મીજીના પતિ છે તે પ્રભુને હું માથું નમાવીને પ્રણામ કરું છું”.

સ્નાન કર્યા પછી પીળા કે કેસરી રંગના કપડા પહેરીને શ્રીહરિ વિષ્ણુની પ્રતિમાને ગંગાજળ સ્નાન પછી કેસર ચંદન,સુગંધિત ફૂલ,તુલસીની માળા,પીતામ્બરી વસ્ત્ર કલેવા, ફળ ચઢાવીને પૂજા કરો. ભગવાન વિષ્ણુને કેસરિયા ભાત ખીર કે દૂધથી બનેલા પકવાનનો ભોગ લગાવો.પૂજા કે મંત્ર પછી ધૂપ,આરતી કે દીવો કરીને સ્નાન કરાવેલા પાણીને ચરણામૃત સ્વરૂપે ગ્રહણ કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.