‘ગોલા’ને એકલો મૂકી રૂમમાં આવા કામ કરતી જોવા મળી ભારતી સિંહની કામવાળી, ભારતી બોલી- સમજ નથી આવી રહ્યુ..મેં આને કામ પર રાખી છે કે…
કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાએ 3 એપ્રિલના રોજ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતુ. પુત્રના જન્મ બાદ ભારતી વર્ક કમિટમેન્ટ્સને કારણે કામ પર પરત ફરી હતી, ત્યાકે કોમેડિયને તેના બાળકની એટલે કે ગોલાની સંભાળ રાખવા માટે આયા રાખી હતી. પરંતુ જ્યારે અચાનક ભારતી કામ પરથી ઘરે આવી ત્યારે ભારતીની મેડ બાળકને એકલી મૂકીને કંઇક બીજી જ હરકત કરતી જોવા મળી હતી, આ જોઈને ભારતી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
ભારતીની મેડનો આ વીડિયો ભારતીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ભારતી તેની મેડની પોલ ખોલતી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે ભારતીની મેડ કેમેરાની સામે રીલ બનાવી રહી છે, બાળકને એકલી છોડીને તે રૂમમાં તૈયાર થઈ રહી છે. પોતાની મેડને આ રીતે જોઈને ભારતી ચોંકી ગઈ હતી. ભારતી સિંહે મેડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આ વીડિયોને શેર કરતાં ભારતી સિંહે કેપ્શનમાં લખ્યું- ‘મને સમજાતું નથી… મેં આને કામ પર રાખી છે એણે મને…આ મારી જિંદગી છે. આ સાથે ભારતીએ હેશટેગમાં સુજાતા નામનો ઉપયોગ કર્યો હતો. ચાહકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. કોમેડિયન અને તેનો પરિવાર જન્મથી જ બાળકને પ્રેમથી ગોલા કહે છે. પરંતુ તેનું નામ કપલે લક્ષ રાખ્યુ છે. ભારતી અને હર્ષ અવાર નવાર યુટ્યુબ પર તેમના બ્લોગમાં વીડિયો શેર કરે છે અને તેમના જીવનની દરેક નાની-નાની વાત ચાહકો સાથે શેર કરે છે.
View this post on Instagram
જો કે, ભારતીએ દીકરાનો ચહેરો ચાહકોને બતાવ્યો નથી. હાલમાં જ એક તસવીર હર્ષ લિમ્બાચિયાએ શેર કરી હતી, જેમાં ભારતી, હર્ષ અને ગોલા જોવા મળી રહ્યો છે. આ તસવીર ખૂબ જ ક્યુટ હતૂ. ગોલા પ્રેમથી તેના પપ્પા તરફ જોઇ રહ્યો હતો.આ ફોટો શેર કરતા હર્ષ લિમ્બાચ્યાએ લખ્યું, ‘ફેમિલી…’ આ ફોટો જોઈને સેલેબ્સ પણ ઘણો પ્રેમ આપી રહ્યા છે. સિંગર સલમાન અલીએ લખ્યું, ‘માશા અલ્લાહ કોઈની નજર ના લાગે. તો કરણવીર બોહરાએ લખ્યું, ‘બહુ જ સરસ મિત્ર’.