ધાર્મિક-દુનિયા

આ શિવલિંગનો ઇતિહાસ છે 1 હજાર વર્ષ જૂનો, એક વાર વાંચી લો ધન્ય થઇ જશો

ચિત્રકૂટ ફોલ ભારતના છતીસગઢ રાજ્યની રાજધાની રાયપુરથી 340 કિમિ દૂર અને જગદ્દલપૂર પાસે એક પ્રાકૃતિક ઝરણું આવેલું છે. આ ઝરણાને ભારતના નાયેગ્રા ફોલ માનવામાં આવે છે. આ ફોલ જગદલપુરથી 38 કિલોમીટર દૂર છે. ચિત્રકૂટ ફોલને ભારતનો નાયગ્રા ફોલ કહેવામાં આવે છે. ચિત્રકૂટ ફોલ દેશનું સૌથી મોટું ઝરણું છે. આ ફોલ લગભગ 100 ફૂટ ઊંચાઈથી પડે છે. જયારે વરસાદની સીઝનમાં 150 મીટર સુધી પહોંચી જાય છે. આ ફોલ વિધ્યાચલ પર્વતમાળામાં સ્થિત છે. જે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વચ્ચે ફેલાયેલો છે. આમ તો આ ફોલને જોવા સહેલાણીઓ ઉમટી પડતા હ્યો છે. પરંતુ ચોમાસાની સીઝનમાં સહેલાણીઓની સંખ્યમાં ધરખમ વધારો થઇ જાય છે.

ચિત્રકૂટ ફોલની દુનિયા દુનિયાના સૌથી ભવ્ય અને સુંદર ફોલ તરીકે કરવામાં આવે છે. આ ફોલ  ઇન્દ્રાવતી નદી પર આવેલો છે. જે ઓડિશાથી નીકળી પશ્ચિમમાં થઇ ચિત્રકૂટમાં પડે છે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં  પ્રવેશ કરી અંતે ગોદાવરી નદીમાં મળી જાય છે. ચોમાસા સિવાયની સીઝનમાં ચિત્રકૂટ ફોલ નાના ઝરણાના રૂપાંતરિત થઇ જાય છે. ઘોડાની નાળના અલગ અલગ-અલગ જગ્યાએથી વહે છે. આ ફોલ કાંગરે ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન પાસે છે. તે સિવા તેનાથી થોડું દૂર એક બીજું ઝરણું તીરથગઢમાં છે.

નદીના ઝડપી વહેણને કારણે અહીં વાદળો પેદા થાય છે. અને તેની ઉપર જ અર્ધવૃત્તાકાર આકારમાં બનું તળાવ સાથે ટકરાય છે. સૂર્યાસ્ત સમયે આ ફોલનું વિશેષ દ્રશ્ય જોવા મળે છે.  આ તળાવના કિનારે નાના-નાના શિવલિંગ પણ છે.

આ ફોલથી 500 મીટર દૂર 1000 વર્ષ જૂનું એક શિવાલય આવેલું છે. વિશાલ પિંડ અને જલહરી સહીત આ શિવલિંગની લંબાઈ 8.4 ફૂટ જયારે તેની પહોળાઈ 7.9 ફૂટ છે. આટલું મોટું શિવલિંગ ક્યાંય જોવા નથી મળતું. આ સ્થળને સિદઈ ગુડી કહેવામાં આવે છે. આ શિવ મંદિરને પુરાતત્વ વિભાગ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું છે. 11મી સદીમાં ચકરકોટના છિંદક નાગવંશી શાસકો દ્વારા આ શિવાલય બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના પુરાતત્વ મહત્વની સાથે જ શિવરાત્રી પર 3 દીવનો મેળો હોય છે. આ મેળામાં દૂર-દૂરથી લોકો પહોંચી જાય છે.  અહીં ચિત્રકૂટ  ફોલના નજરનો આનંદ લઇ મંદિર પહોંચીને ભગવાન પહોંચીને માહદેવના આશીર્વાદ લે છે. આમ તો આ મંદિર બહુજ નાનું છે. પરંતુ તેનું મહાત્મ વધારે છે. આ શિવલીગને જોવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

Image Source

મંદિરના પુજારીના જણાવ્યા અનુસાર ચિત્રકોટના નરેશ હરિશ્ચન્દ્રના શાસનકાળ દરમિયાન એક ગણિકા શિવાલયમાં આરાધના કરવા પહોંચી હતી. ત્યારે રાજાએ તેને મહેલમાં હાજર થાવનો આદેશ કર્યો. પરંતુ રાજાના આદેશને ગણકારીને પણ ગણિકાએ તેની આરાધના ચાલુ રાખી હતી.  ત્યારે રાજાએ સિપાહીને આદેશ કર્યો કે તે ગણિકાનેબાંધીને લઇ આવવાનો આદેશ કર્યો હતો. પરંતુ જયારે સિપાહી તેને બાંધવા માટે જાય ત્યારે તે ગણિકાના માથા પર સુદર્શન ચક્ર ફરવા લાગે છે. આ દ્રશ્ય જોઈને સિપાહી ઉભા રહી ગયા હતા. ત્યારથી આ સ્થાનનું ચક્રકોટના નામથી  પ્રસિદ્ધ છે.

Image Source

શ્રાવણ મહિનામાં આ શિવલાયને વિશેષ શૃંગાર કરવામાં આવે છે.  મહાદેવને ફૂલ, ધતુરા, બીલીપત્રથી શૃંગાર કર્યા બાદ જલાભિષેક કરવામાં આવે છે. અહીં આવેલા શ્રદ્ધાળુઓ ક્યારે પણ નિરાશ થઈને નથી જતા.