તહેવારો પર ઘરે બનાવો ‘બેસન મિલ્ક કેક’, તમામ લોકો આંગળા ચાટતા રહી જશે

દિવાળી નજીક છે. જો તમને ઘરે મીઠાઈ બનાવવી ગમતી હોય તો તમે બેસન મિલ્ક કેક પણ બનાવી શકો છો. ચણાના લોટની મિલ્ક કેક બનાવવા માટે તમારે માત્ર ચણાનો લોટ, ઘી, દૂધ પાવડર અને ખાંડની જરૂર પડશે. ક્રીમી મિલ્ક કેક એ એક અનોખી રેસીપી છે અને જેઓને મીઠાઈ ખાવી પસંદ છે તેઓએ જરૂર ટ્રાય કરવી જોઈએ.

આ મીઠાઈ બનાવવા માટે તમે બદામ, કાજુ, પિસ્તા અથવા કિસમિસ જેવા ઘણા મેવાનો પણ ઉપયોગ કરી શકો છો. મિલ્ક કેકને રેફ્રિજરેટરમાં રોજિંદા ઉપયોગ માટે એરટાઈટ કંટેનરમાં સંગ્રહિત કરી શકાય છે. ચાલો જાણીએ તેની રેસિપી.

બેસન મિલ્ક કેકની સામગ્રી

  • બેસન – 1 કપ
  • દૂધ પાવડર – 1/2 કપ
  • ખાંડ – 1/2 કપ
  • ઘી – 1/2 કપ
  • પીસેલી લીલી ઈલાયચી – 1/4 ચમચી

સ્ટેપ – 1 બેસનને શેકી લો: એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં ચણાનો લોટ ઉમેરીને બરાબર ભેળવી લો. મિક્સ કરો અને 8-10 મિનિટ માટે અથવા ઘી મિશ્રણમાંથી છૂટૂ પડવા લાગે ત્યાં સુધી ફ્રાય કરો. ગેસનો તાપ ધીમો રાખો અને ખાતરી કરો કે મિશ્રણ બ્રાઉન ન થઈ જાય, રંગ પીળો-સોનેરી હોવો જોઈએ.

સ્ટેપ – 2 મિલ્ક પાવડર ઉમેરો : હવે આ મિશ્રણમાં એલચી પાવડર સાથે મિલ્ક પાવડર મિક્સ કરો. જ્યાં સુધી બધી સામગ્રી મિક્સ ન થાય ત્યા સુધી હલાવો. મિશ્રણમાં મિલ્ક પાવડર ઉમેરવાથી મિશ્રણ દાણાદાર થઈ જશે. મિક્સ કર્યા બાદ દાણાદાર મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. મિશ્રણને થોડું ઠંડુ થવા દો.

સ્ટેપ – 3 ખાંડની ચાસણી બનાવો : એક પેનમાં ખાંડ અને 1/2 કપ પાણી નાખો. તેને ઉકાળો. ચાસણીમાં એક તાર જેવી ચાશણી બની જાય તે પછી તેમાં તૈયાર કરેલું ચણાના લોટનું મિશ્રણ ઉમેરો. તેને ખાંડની ચાસણી સાથે સારી રીતે મિક્સ કરો. કેટલિક મિનિટ વધુ પકાવો જ્યાં સુધી મિશ્રણ એક સ્થિરતા પ્રાપ્ત ન કરી લે અને પેન છોડી દે.

સ્ટેપ – 4 તેને સેટ થવા દો : આ મિશ્રણને કાગળથી ઢાંકેલી બેકિંગ ટ્રેમાં રેડો. મિશ્રણને 1/2 અથવા 1 ઇંચ (તમારી ઇચ્છા મુજબ) ની જાડાઈ સાથે સમાનરૂપે ફેલાવો. તમારી પસંદગીના ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરો અને મિશ્રણને 30 મિનિટ માટે બાજુ પર રાખો.

સ્ટેપ-5 ટુકડા કરી સર્વ કરો : સેટ થઈ જાય એટલે ટુકડા કરી સર્વ કરો.

બેસનમાં પોષક તત્વો હોય છે : બેસન ચણામાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન B-1, B-2 અને B-9 વધુ માત્રામાં હોય છે. તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ફાઈબર, ઝિંક, કોપર હોય છે. તેમાં ફાઈબર અને પોલીઅનસેચ્યુરેટેડ એસિડ હોય છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તે તમારા મેટાબોલિઝમને વેગ આપે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ચણાના લોટમાં હાજર કેલ્શિયમ તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

 

YC