હેલ્થ

ઔષધિઓથી ભરપૂર છે આ વસ્તુ, એકવાર પ્રયોગ કરો 6 બીમારો થઇ શકે છે છુમંતર- જાણો તેના આયુર્વેદિક લાભ

ઔષધીય ગુણોથી ભરપૂર આ વૃક્ષ મધ્યપ્રદેશ અને ઉત્તરભારતના જંગલોમાં મોટા પાયે જોવા મળે છે. જેને લોકો મહુઆના નામથી ઓળખે છે. મહુઆ એક વિશાળકાય ઝાડ છે. સ્થાનિક લોકો તેનો અલગ-અલગ ઉપયોગ કરે છે. ઘણા લોકો મહુઆના ફૂલોને સુકાવીને રોટલી અને હલવામાં ઉપયોગ કરીને ખાય છે. આ સિવાય મહુઆના ફૂલો જાનવરો માટે પોષક આહાર માનવામા આવે છે. મહુઆનું વૈજ્ઞાનિક નામ મધુકા લાંગીફોલીયા છે.

Image Source

આયુર્વદમાં પણ મહુઆના ઝાડના ઘણા સ્વાસ્થ્યલક્ષી ગુણ બતાવવામાં આવ્યા છે. મહુઆમાં ઔષધીય ગુણ પણ છે.  મહુઆના ફૂલ સિવાય તેની છાલ, બી અને પાંદડા પણ ગુણકારી છે. મહુઆનો કલર પીળો હોય છે. જે માર્ચ-અને એપ્રિલ મહિનામાં મળે છે. મહુઆના ફૂલમાં પ્રોટીન, શુગર, કેલ્શિયમ, ફાસ્ફોરસ અને વસા હોય છે. મહુઆના ઝાડનો ઘણી સ્વાસ્થ્ય સંબંધી બીમારીમાં ઉપયોગ કરવામાં આવે છે. મહુઆ સ્વાસ્થયની સાથોસાથ ત્વચા માટે પણ ફાયદાકારક છે. પરંતુ ઘણા લોકો મહુઆનો ઉપયોગ માદક પદાર્થ જેમકે શરાબ બનવવામાં પણ ઉપયોગમાં લે છે. આ સિવાય મહુઆનો ઉપયોગ સાબુ, ડિટર્જન્ટ અને ત્વચાની દેખભાળ કરવા માટે પણ થાય છે.
મહુઆના  લાભ

સાપે કરડ્યો હોય ત્યારે 

મહુઆના બીજને વાટીને સાપે જ્યાં બટકું ભર્યું હોટ તે જગ્યા પર અને આંખ પર લગાવવાથી ઝેરની અસર ઓછી થઇ જાય છે.

Image Source

શરદી, ઉધરસમાં લાભદાયી

મહુઆના ફૂલ કૃમિનાશ અને કફમાં રાહત આપે છે. મહુણા ફૂલની તાસીર ઠંડી હોય છે. મહુઆના ફૂલ અને ફળનો ઉપયોગ શરદી ઉધરસની દવા તરીકે કરવામાં આવે છે. મહુઆના બીજનો ઉપયોગ નિમોનિયા, ત્વચા સંબંધી સમસ્યાના નિરાકરણ માટે કરવામાં આવે છે. મહુઆના ઝાડની છાલ પણ ત્વચાને મુલાયમ બનાવવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ માટે

આજે લોકોમાં ડાયાબિટીસ સામાન્ય થઇ ગયું છે. ડાયાબીટિસ માટે મહુઆ એકે ઔષધિ સમાન છે, ડાયાબિટીસના દર્દીઓ માટે મહુઆના છાલનો ઉકાળો બનાવવી પીવાથી ફાયદાકારક છે.  મહુણા ઔષધીય ગુણ શરીરમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

Image Source

સંધિવામાં સહાયકારક

મહુઆની છાલમાં ટૉન્સિલીટીસ, ડાયાબિટીસ, અલ્સર અને સંધિવામાં ઉપયોગમાં લઇ શકાય છે.  સંધિવાના દુખાવામાં રાહત મેળવવા માટે મૂળી છાલને પીસીને ગરમ કરીને લેપ લગાવવાથી ફાયદો થાય છે. સાથે જ તમે મહુઆના બી માંથી તેલ કાઢીને માલિશ પણ કરી શકો છો.

દાંત માટે ઉપયોગી

દાંતના રોગના નિરાકરણ માર્તે મહુઆનો ઉપયોગ કરી શકો છો. મહુઆની છાલ દાંતના દર્દમાં રાહત આપે છે.  જો દાંતમાંથી લોહી નીકળતું હોય તો મહુણા છાલનો રસ કાઢીને તેમાં થોડી પાણી ઉમેરી પાણીથી કોગળા કરવાથી પણ ફાયદો થાય છે.

Image Source

આંખની બીમારીથી અપાવે છુટકારો

મહુઆના ફૂલનો લેપ આંખ પર લગાવવાથી આંખની સફાઈ થાય છે. અને આંખની રોશન વધે છે. સાથે જ આંખમાંથી નીકળતા પાણી અને આંખ ઉપર ખંજવાળમાંથી પણ રાહત થાય છે.

ત્વચાના રોગમાંથી મળે રાહત

મહુઆનો ઉપયોગ ત્વચાને મુલાયમ કરવા માટે થાય છે. સાથે જ ત્વચા સંબંધી રોગ એક્ઝિમાના ઈલાજમાં પણ મહૂણો ઉપયોગ કરી શકાય છે. તે માટે મહુઆના પાંદડામાં તલનું તેલ લગાવી પાંદડાને ગરમ કરો. આ ગરમ કરેલા પાંદડાને જ્યાં તમને ખંજવાળ, ડાઘા થયા હોય ત્યાં લગાવો. આ સિવાય  મહિલાઓ મહુઆના ફૂલનું સેવન કરવાથી બાળકને દૂધ વધારે આવે છે.

હિમોગ્લોબીન વધારે 

મહુઆના સેવનથી હોમોગ્લોબીનમાં વધારો થાય છે. મહુઆ સારી રીતે ઉર્જામાં વધારો કરે છે.  મહુઆથી શરીરને કેલેરી પણ મળે છે.

Image Source

પુરુષો માટે ફાયદાકારક 

મહુઆનું સેવન પુરુષો માટે પણ ફાયદાકારક છે. મહુઆના પાંદડાને પાણીમાં ઉકાળીને જ્યુસ પીવાથી અંડકોષનો સોજો ઉતરી જાય છે. મહુઆ ફૂલનું સેવન કરવાથી વીર્યની વૃદ્ધિ થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks