શિયાળામાં રોજ ખાઈ લો ફક્ત આ એક જ લાડુ, સાંધાના દુખાવાની સમસ્યા ક્યારેય નહિ સતાવે, ઠંડી પણ રહેશે દૂર… જુઓ

રોજ સવારે આ લાડુ ખાવાથી નહિ રહે સાંધાના દુઃખાવાની સમસ્યા, શિયાળામાં તો છે રામબાણ, જુઓ કેવી રીતે બનાવાય તેની એકદમ સરળ રીત…

Benefits of glue laddu : શિયાળો આવી ગયો છે અને ઠંડીની પણ શરૂઆત થઇ ચુકી છે. ત્યારે શિયાળાની અંદર લોકો પોતાના સ્વાસ્થ્યનું પણ ખુબ જ ધ્યાન રાખતા હોય છે, બજારની અંદર પણ ઘણા બધા એવા ફૂડ મળતા હોય છે જે તમારા સ્વાસ્થ્યને વધુ સારું બનાવે છે, આ ઉપરાંત લોકો શિયાળામાં કસરત કરવા માટે પણ જતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવી ગુણકારી વસ્તુ જણાવીશું જેને ખાવાથી તમે શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મેળવી શકશો અને ઠંડીથી પણ દૂર રહેશો.

શિયાળાની ઋતુમાં ગુંદરના લાડુ ખાવા સારા માનવામાં આવે છે. આ શરીરને ગરમ રાખે છે અને શરીરના દુખાવામાં મદદ કરે છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેને ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન મળે છે. આ ખાવાથી હાડકાં મજબુત થશે અને માંસપેશીઓ પણ મજબૂત કરવામાં સક્ષમ છે. ચાલો તમને જણાવીએ ગુંદરના લાડુ કેવી રીતે બનાવી શકાય.

ગુંદરના લાડુ બનાવવાની સામગ્રી :

  • ઘઉંનો લોટ
  • છીણેલો ગોળ
  • ઘી
  • ગુંદર પાઉડર
  • નારિયેળનું છીણ
  • બદામ અને કાજુ
  • એલચી પાવડર

ગુંદરના લાડુ બનાવવાની રીત :

લાડુ બનાવવા માટે એક ભારે કઢાઈ લો અને તેમાં એક ચમચી ઘી ગરમ કરો. ઘી ઓગળી જાય એટલે તેમાં ઝીણી સમારેલી બદામ અને કાજુ ઉમેરો. પછી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ઠંડા થયા બાદ આ ડ્રાયફ્રુટ્સને બરછટ પીસી લો. હવે પેનમાં થોડું છીણેલું સૂકું નાળિયેર ઉમેરો અને એક-બે મિનિટ માટે ફ્રાય કરો. ડ્રાયફ્રૂટ્સ અને નારિયેળનું મિશ્રણ કાઢીને પ્લેટમાં રાખો. આગળ, ગુંદરને શેકવા માટે ઘી ગરમ કરો. જ્યાં સુધી તે ફૂલી ન જાય ત્યાં સુધી તમારે તેને ફ્રાય કરવી પડશે.

ત્યારબાદ તેને ઠંડુ થવા દો અને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો. હવે પેનને ફરીથી ગરમ કરો અને તેમાં લગભગ 3 ચમચી ઘી ઉમેરો. ઘી ઓગળી જાય એટલે તેમાં ઘઉંનો લોટ ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી શેકો. તેને સતત હલાવતા રહો નહીંતર લોટ બળી જશે. લોટ શેકાઈ જાય પછી તેને આંચ પરથી ઉતારી લો અને તેમાં તળેલા બદામ અને ગુંદર ઉમેરો. એલચી પાવડર અને ગોળ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. હવે નાના-નાના ભાગ લો અને તેને લાડુનો આકાર આપો. તૈયાર છે તમારા ગુંદરના લાડુ. રોજ એક લાડુ ખાવાથી તમે એકદમ સ્વસ્થ રહેશો.

Niraj Patel