રોજ સવારે ઉઠતાની સાથે જ પી જાવ એક ગ્લાસ જેટલું આ પાણી, પછી જુઓ કેવા થાય છે શરીરમાં ચમત્કારીક ફાયદા, આ બીમારીઓને નજીક પણ નહિ આવવા દે…

આ એક વસ્તુ ઉમેરીને બનાવેલું પાણી તમારા શરીરને રાખશે એકદમ સ્વસ્થ, રોજ સવારે ઉઠતાની સાથે જ શરૂ કરી દો પીવાનું, જુઓ ફાયદાઓ

Benefits of Drinking Triphala Water : આજના ભાગ દોડ ભરેલા જમાનામાં શરીરને સ્વસ્થ રાખવું ખુબ જ જરૂરી હોય છે. પરંતુ આજના સમયમાં કોઈની પાસે એટલો સમય નથી કે તેઓ કસરત કે યોગા કરીને પોતાને તંદુરસ્ત રાખી શકે. ઉપરાંત આજની ખાણીપીણી પણ એવી છે જેના કારણે સ્વસ્થ રહેવું ખુબ જ મુશ્કેલ પણ બની જાય છે અને રોગો આમંત્રણ વગર પણ આવી જાય છે. ત્યારે કેટલાક આયુર્વેદિક ઉપાયો એવા પણ છે જેના દ્વારા તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો.

એવું જ એક ફળ છે ત્રિફળા. ત્રિફળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ ત્રિફળાના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. ત્રિફળા એક આયુર્વેદિક દવા છે જેનો ઉપયોગ સામાન્ય રીતે લોકો કબજિયાતને દૂર કરવા માટે કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તે માત્ર કબજિયાત દૂર કરવાની દવા નથી પરંતુ તેના ઘણા ફાયદા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દરરોજ સવારે ત્રિફળા ચૂરણનું પાણી પીવાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1. વજન ઘટાડવામાં ફાયદાકારક :

ત્રિફલા પાણી પીવાથી તમારા શરીરના મેટાબોલિઝમ રેટમાં સુધારો થાય છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. શિયાળાની ઋતુમાં તમે ત્રિફળાના પાણીનું 2 થી 3 વખત સેવન કરી શકો છો, પરંતુ ઉનાળાની ઋતુમાં ત્રિફળાનું પાણી એક જ વાર પીવો કારણ કે ત્રિફળાની પ્રકૃતિ ગરમ હોય છે.

2. રોગપ્રતિકારક શક્તિ વધારે :

જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગતા હોવ તો તમારે ત્રિફળાનું પાણી પીવું જોઈએ કારણ કે તેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ છે. જો તમારા શરીરમાં કોઈ બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે તો ત્રિફળાનું પાણી પીવાથી તે ઠીક થઈ જશે. મોશન સિકનેસ અને ચક્કર આવવાની સ્થિતિમાં પણ ત્રિફળાનું પાણી પી શકાય છે.

3. આંખના સ્વાસ્થ્ય માટે વરદાન :

ત્રિફળાનું પાણી પીવાથી શરીરના ઘણા ભાગોમાં ફાયદો થાય છે, પરંતુ આંખોને સૌથી વધુ ફાયદો થાય છે. તેને આંખનું ટોનિક પણ કહી શકાય. તમને જણાવી દઈએ કે ત્રિફળા આંખોના મેઘધનુષમાં હાજર ગ્લુટાથિઓનને વધારે છે, આ દૃષ્ટિ સુધારે છે અને મોતિયાના જોખમને અટકાવે છે.

4. ત્વચા માટે ફાયદાકારક :

ત્રિફળામાં હીલિંગ ગુણ હોય છે. જો તમારા શરીર પર ક્યાંય પણ ઘા હોય તો ત્રિફળાનું પાણી પીવાથી તે ઝડપથી ઠીક થઈ જાય છે. ત્રિફળા પાણીના નિયમિત સેવનથી તમારા શરીરમાં જરૂરી તમામ એન્ટીઓક્સીડેન્ટ પહોંચી જાય છે જે ત્વચાને જુવાન રાખે છે. આ સિવાય ત્વચામાં ખંજવાળ અને બળતરાની સમસ્યા પણ ત્રિફળાનું પાણી પીવાથી દૂર થાય છે.

5. પેટનું સ્વાસ્થ્ય જાળવી રાખે :

સવારે ખાલી પેટે ત્રિફળાનું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત રહે છે. તેનાથી કબજિયાત થતી નથી. ત્રિફળા પાણી પીવાનો સૌથી સારો ફાયદો એ છે કે તે શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢી નાખે છે. આટલું જ નહીં, તે ઉંમરની સાથે શરીરમાં હોર્મોનલ ફેરફારોને કારણે થતી સમસ્યાઓથી પણ રાહત આપે છે.

Niraj Patel
error: Unable To Copy Protected Content!