ખબર

ગત વર્ષ મુકેશ અંબાણીએ શ્લોકોને બર્થડે વીશ કરતા કહ્યું હતું કે, હું આવતા વર્ષ સુધીમાં દાદા બની જઈશ

શું મુકેશ અંબાણીએ ગત વર્ષ જ કરી દીધો હતો દાદા બનવાનો ઈશારો ? જુઓ વિડીયો

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે દાદા બની ચૂક્યા છે. પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ આજે સવારે 11 વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે. આ સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે.

જણાવી દઈએ કે, આકાશ અંબાણીએ 9 માર્ચ 2019ના રોજ રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં હસ્તીઓએ હાજરી આપી છે. આ બાદ લગાતાર શ્લોકા મહેતા ચર્ચામાં રહે છે. શ્લોકા મહેતા તેનો બર્થડે 11 જૂને સેલિબ્રેટ કરે છે. ગત વર્ષનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં મુકેશ અંબાણી તેની પુત્રવધુ શ્લોકાને ખાસ રીતે બર્થડેની શુભેચ્છા આપે છે.

મુકેશ અંબાણીએ વિડીયો શેર વહુને બર્થડેની શુભેચ્છા આપી હતી. આ સાથે જ કહ્યું હતું કે , હું આશા રાખું છે કે હું જલ્દી જ દાદા બની જાઉં. વીડિયોમાં મુકેશ અંબાણી કહે છે કે , મને આશા છે કે, હું તને આવતો બર્થડે વિશ કરીશ ત્યારે દાદા બની ગયો હોઈશ અને તું એક સારી માતા. તને બહુ જ બધો પ્રેમ. ખુશી અને સફળતા મળે.

જણાવી દઈએ થોડા સમય પહેલા રિલાયન્સ કંપનીએ યુકેની રમકડાની બ્રાન્ડ હમલેજ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડને લગભગ 620 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી છે. તેના 18 દેશોમાં 167 સ્ટોર્સ છે. રિલાયન્સ ભારતમાં હમલેજની માસ્ટર ફ્રેન્ચાઇઝી છે અને હાલમાં તે 29 શહેરોમાં 88 સ્ટોર્સ ચલાવે છે.

આકાશ અને શ્લોકા બંને 4 વર્ષની ઉંમરથી જ સાથે સાથે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણ્યા છે. ત્યારબાદ શ્લોકાએ 2009માં ન્યુ જર્સીની પ્રિન્સ્ટન યુનિવર્સીટીમાં આગળનો અભ્યાસ કર્યો. તે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સથી લોમાં માસ્ટર પણ છે. શ્લોકા અને આકાશના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા.

શ્લોકા મહેતાને મોંઘા મોંઘા લગ્ઝરીયસ બૈગ્સનો ખુબ જ શોખ છે. તેના બૈગ કલેક્શનમાં ઘણા મોંઘા બ્રાન્ડ્સના બૈગ્સ છે. અમુક દિસવો પહેલા જ શ્લોકાએ ઈશા અંબાણીની પાર્ટીમાં ખુબ જ સુંદર જમ્પસુટ પહેર્યું હતું અને સાથે જ પહેલાના સમયના સ્ટીરિયો બોક્સ જેવું દેખાતું બૈગ પણ સાથે રાખ્યું હતું. શ્લોકાને ‘Gin & Tonic tea’ અને ‘Sundae tea’ ખુબ જ પસંદ છે. Gin & Tonic tea ની કિંમત 899 રૂપિયા છે જે 4 ફ્લેવર્સમા પણ ઉપલબ્ધ છે. આ ચા જ્યુબિપ્ર બેરીજ, ધાણા, મેથી, લેમન બામ અને ગ્રીન ટી નું મિક્સ્ચર હોય છે.

નોંધનીય છે કે વર્ષ 2020 અંબાણી પરિવાર માટે ખૂબ સ્પેશિયલ રહ્યું છે કારણ કે આ વર્ષમાં રિલાયન્સના શેરમાં ખૂબ તેજી જોવા મળી છે અને અંબાણીએ પોતાનો હિસ્સો અને બીજી કંપની વેચીને લાખ કરોડ રૂપિયાની આવક પણ ઉભી કરી.