આ મહિલાએ કેટલાક જ મહિનામાં ઘટાડ્યુ 23 કિલો વજન, ગજબનું ટ્રાન્સફોર્મેશન જોઇ તમારી આંખો પણ પહોળી રહી જશે

Weight loss Journey: જો કંઈક કરવાનો જુસ્સો હોય તો કોઈ પણ કામ અઘરું નથી હોતુ. આવી જ એક કહાની એક છોકરીની છે. એક છોકરી કે જેને તેના શાળાના દિવસો દરમિયાન રમતગમતની પ્રવૃત્તિઓમાં ઘણો રસ હતો અને તે ખૂબ સારી બાસ્કેટબોલ ખેલાડી પણ હતી. તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તેનું જીવન પછી આટલું બદલાઈ જશે. 10મું પાસ કર્યા પછી, કોલેજનો અભ્યાસ, નોકરી, લગ્ન અને પછી માતા બન્યા બાદ તેનું વજન વધી ગયું હતુ અને 92 કિલો થઈ ગયું હતુ.

આ પછી જીવનની એક ઘટનાએ તેને અંદરથી તોડી નાખી હતી. તે ઘટના એવી હતી કે તેની 4 વર્ષની પુત્રીએ બ્લડ કેન્સરનું નિદાન થયુ. આ પછી તેણે પોતાને બદલવાનું નક્કી કર્યું અને તેણે લગભગ 25 કિલો જેટલું વજન ઘટાડ્યું. પ્રેરણા મિશ્રા તેના વધતા વજનને કારણે ખૂબ જ ચિંતિત હતી. તેને લોકોના ઘણા ટોણા પણ સાંભળવા પડતા. ધીમે ધીમે તેનું વજન 90 કિલો જેટલુ થઇ ગયુ, આવી સ્થિતિમાં પ્રેરણા માટે ઉઠવું અને બેસવું મુશ્કેલ બની ગયું. વધતા વજનથી પરેશાન થઈને તેણે નક્કી કર્યું કે કોઈક રીતે તે પોતાનું વજન કંટ્રોલ કરશે.

આ માટે તેણે કશિશ તનેજા નામના કોચની મદદ લીધી. કોચની મદદથી આ મહિલાએ દસ મહિનામાં 23 કિલો વજન ઘટાડ્યું. તેનો 10 મહિના પહેલાનો ફોટો અને હાલનો ફોટો જોઈને કોઈ ન કહી શકે કે તે પ્રેરણા જ મિશ્રા છે. તેણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેની વેઇટ લોસ જર્ની શેર કરી છે. પ્રેરણા મિશ્રાએ કહ્યું, મારી બોડીમાં જે પરિવર્તન જોવા મળ્યુ છે તે ના માત્ર સ્વસ્થ મહેસૂસ કરી રહી છે પણ તે ખુશ પણ મહેસૂસ કરી રહી છે,

જે પહેલા કરતા ઘણુ અધિક છે અને આ મારુ સીક્રેટ છે. તેણે આગળ જણાવ્યુ, ‘મેં વજન ઘટાડતી વખતે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, પરંતુ જે વસ્તુ મને ઘટવા નથી દેતી તે છે સાતત્ય’. તેણે કહ્યું કે કોઈપણ ધ્યેય હાંસલ કરી શકાય છે, પરંતુ તમારે તેના માટે સતત પ્રયત્નો કરવા પડશે અને કોઈપણ કાર્ય પ્રત્યે સમર્પણ રાખવું પડશે. પોતાના અનુભવ વિશે વધુ જણાવતા તેણે કહ્યું કે તેણે વજન ઘટાડવા માટે કેટલીક મૂળભૂત બાબતો પર ધ્યાન આપ્યું.

વજન ઘટાડવાનો અનુભવ શેર કરતા તેણે કહ્યું કે કોઈપણ કામ કરવા માટે તમારામાં વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમે તમારી જાત પર વિશ્વાસ નહીં રાખો તો તમે મુકામ હાંસલ કરી શકશો નહીં. હંમેશા વિચારો કે તમે આ કામ કરી શકશો. આ સાથે તમારી જીવનશૈલીમાં પણ થોડો ફેરફાર કરો. તમને આનો ફાયદો ચોક્કસ મળશે. પ્રેરણા મિશ્રાએ તેનું રહસ્ય જણાવતા કહ્યું કે ફિટનેસ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક પણ છે.

સ્વસ્થ રહેવા માટે ફિટ માઇન્ડ અને ફિટ બોડી બંને જરૂરી છે. તેણે કહ્યું કે મારો પોતાનો અનુભવ ઘણું કહી જાય છે, કારણ કે મારા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી હતી. શરૂઆતમાં વજન ઘટાડવું મુશ્કેલ હતું, પરંતુ કોચના કારણે તે શક્ય બન્યું’. તેણે કહ્યુ કે, હું મારી સફળતાનો 90% શ્રેય તેમને જ આપીશ, જેમના કારણે આ બન્યું છે’.

Shah Jina