ધાર્મિક-દુનિયા

નિસંતાન દંપતીને મળે છે આશીર્વાદ, એ પણ માત્ર દર્શન કરવાથી… જાણો આજે માતા બહુચર માતાનો ઇતિહાસ!!

આપણા દેશમાં માતાજીના ઘણા મંદિરો આવેલા છે. માતાજીના આ મંદિરોમાં દર્શન કરીને ઘણા ભક્તોના કષ્ટો પણ દૂર થાય છે. આ મંદિરો દેશવિદેશમાં પણ પ્રખ્યાત છે, જેમાંથી એક મંદિર એટલે મહેસાણા જીલ્લામાં આવેલ બહુચર માતાનું મંદિર આખા ગુજરાતભરમાં પ્રખ્યાત છે. અરે ગુજરાત જ નહી આખું ભારત અને દેશ વિદેશમાં પણ આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિરમાં ઘણા ચમત્કારો જોવા મળ્યા છે જેના કારણે અહી દિવસેને દિવસે ભક્તોનો ઘસારો વધતો જતો જોવા મળે છે.

આ મંદિરમાં બાબરી પણ ઉતારવામાં આવે છે અને નવદંપતી અહીં છેડાછેડી છોડાવવા માટે પણ આવે છે અને માતા પાસે પોતાના સુખી લગ્નજીવનના આશીર્વાદ માંગે છે. આ મંદિરમાં ભક્તોને ખૂબ જ શ્રદ્ધા છે, અહીના સ્થાનિકોનું માનવું છે કે અહી આવનાર દરેકની માતા બહુચર મનોકામના પૂરી કરે છે. તો ચાલો જાણીએ આજે માતા બહુચરના આ ઐતિહાસિક મંદિરનો ઇતિહાસ.

Image Source

એવું કહેવાય છે કે જો કોઈ નિસંતાન દંપતી આ મંદિરે આવીને માતા પાસે સાચા મનથી પ્રાર્થના કરે છે તો તેમના ઘરે માતા બહુચર ખોળાનો ખૂંદનાર જરૂર આપે છે, આ મંદિરેથી અત્યાર સુધીમાં ઘણા ભક્તોને ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ છે. આખા ભારતનું આ એક એવું મંદિર છે જ્યાં કિનરની પૂજા કરવામાં આવે છે. અહીં બિરાજમાન બાળા બહુચરે ઘણા રાક્ષસોનો સંહાર કર્યો છે માટે તે દેવીનું નામ બહુચર પડ્યું છે.

Image Source

બહુચર માતાની સવારી કૂકડાની સવારી છે. તેના વિષેની પણ એક દંતકથા છે. એકવાર મુસ્લિમ રાજા અલાઉદીન બીજાએ જ્યારે પાટણ જીત્યું ત્યારે માતા બહુચરના આ મંદિરને તોડવા માટે ચઢાઈ કરી હતી, એ સમયે આ મંદિર તોડવાના ઇરાદાથી સૈનિકો મંદિરમાં ઘૂસી આવે છે અને એ સમયે મંદિરના પરિસરમાં માતાજીનાં પ્રિય એવા કૂકડાં જોવા મળ્યા. કૂકડાને જોઈને બધા જ સૈનિકો કૂકડાંને ખાવા લાગે છે અને સૌથી મોટો કૂકડો પકડાયો નહી અને જોર જોરથી ચીસ પાડવા લાગ્યો. તો જે કુકડાને સૈનિકો ખાઈ ગયા હતા તે બધા જ કૂકડાં સૈનિકોનાં પેટમાથી અવાજ કરવા લાગ્યાને સૈનિકોનાં પેટ ફાડીને બધા કૂકડાં સજીવન થયા. આ જોઈને તે રાજા મંદિર તોડ્યા વગર જ પલાયન થઈ જાય છે.

Image Source

એકવાર એક નિસંતાન રાજા માતાના દરબારમાં આવીને પોતાના ઘરે પારણું બંધાય એ માટે આજીજી કરે છે ને માતાને પોતાની ભક્તિથી પ્રસન્ન કરી સંતાન થવાના આશીર્વાદ માંગે છે. સમય જતાં રાજાના ઘરે કુંવરનો જન્મ થાય છે અને પછી એ કુવર મોટો થતાં નહી સ્ત્રી કે નહી પુરુષ એમ નપુશક બને છે. એ પછી માતા તેના સપનામાં આવીને કહે છે કે તું ધર્મના માર્ગે આગળ વધ. પછી એ કુંવારે પોતાનું ગુપ્તાંગ માતાને સમર્પિત કરી કાયમ માટે માતાની સેવા કરવા એમના દરબારમાં જ રહી જીવન વિતાવે છે, આ પછી કિન્નરો પણ માતાને પૂજવા લાગ્યા.

Image Source

માતા બહુચરમતાના મંદિર જવા માટે તમને અમદાવાદથી પણ રોડ માર્ગે ચાલતી સરકારી બસો અને પ્રાઈવેટ વાહન પણ મળી જાય છે. અમદાવાદથી માત્ર 92 કિલોમીટર જ દૂર છે અને તમને ટ્રેન માર્ગે જો જવું હોય તો ટ્રેન પણ મળી જશે. જે તમને ચાંદખેડા, સાબરમતી અને કાલોલના રેલવે સ્ટેશન પરથી મળી જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks