બાહુબલી ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયા આમ તો સાઉથ ફિલ્મની સુપર સ્ટાર છે. પરંતુ બાહુબલીની ભવ્ય સફળતા બાદ તે સફળતાની ઊંચાઈ પર છે. તમન્નાને ફિલ્મો માટે લગાતાર ઓફરો મળતી રહે છે. ત્યારે તમન્ના બોલીવુડની સાથોસાથ સાઉથના ફિલ્મમાં પણ પૂરતું ધ્યાન આપી રહી છે. હાલમાં જ તમન્ના ભાટિયાએ મુંબઈના વરસોવામાં ડબલ કિંમત આપીને સી વ્યુ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આવું ઘર સપનાની નગરી મુંબઇમાં ખરીદવું આસાન નથી.
View this post on Instagram
“She’s a mess of gorgeous chaos and you could see it in her eyes.” ~ Unknown
તમન્ના એકલી જ એવી અભિનેત્રી નથી જેએ આટલી મોહ ઘર ખરીદ્યું હોય.આ લિસ્ટમાં પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ પણ છે. રિપોર્ટ અનુસાર તમન્નાએ જે ઘર ખરીદ્યું છે તે ઘર 80778 રૂપિયા પ્રતિ સ્કેવર ફૂટના હિસાબે ખરીદ્યું છે. તમન્નાએ આ ફ્લેટ માટે 116 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. જેમાં 4.56 કરોડ ફ્લેટના રીનોવેશન પાછળ અને 99.60 લાખ રજીસ્ટ્રેશન પાછળ ખર્ચ્યા છે. તમન્નાએ જે વિસ્તારમાં ફ્લેટ ખરીદ્યો છે. જે વિસ્તારમાં ફક્ત 500 મીટર દૂર 30થી 40 હજાર સ્કવેર ફૂટનો ભાવ છે.
તમન્નાના આ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના 14માં માળ ઉપર છે. જો વર્ષોવા જુહુ લિંક રોડ પર છે. આ આલીશાન બંગલામાં બધી જ સુવિધાઓ છે. સાથોસાથ બધી જ બાજુથી સમુદ્ર પણ જોઈ શકાય છે. આ ફ્લેટમાં કુલ 22 માળ છે. તમન્ના ભાટિયા ઘરના ઇન્ટરિયર પાછળ 2 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તમન્ના ભાટિયા સિવાય હાલમાં જ પંકજ ત્રિપાઠી, તાપસી પન્નુ, અંકિતા લોખંડેને કરોડાના ઘર ખરીદ્યા છે.
તમન્ના ભાટિયાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો આજકાલ કંગના રનૌતની નેશનલ એવોર્ડ ફિલ્મ ક્રીનના તમિલ રીમેકેનું શૂટિંગ કરી રહી છે. જાણવા મળી રહ્યું છે કે.આ ફિલ્મનું તમિલમાં નામ મહાલક્ષ્મી છે. અને આ ફિલ્મને પ્રશાંત વર્મા ડાયરેક્ટ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks