મનોરંજન

ઇરફાન ખાનનાં જુવાન દીકરાએ બોલીવુડને લીધું આડેહાથ, કહ્યું- મારા પિતાજી 6 પેક એબ્સવાળાઓથી હારી ગયા

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝનો અસલી ચહેરા સામે આવી રહ્યો છે. બધા જ લોકો નેપોટિઝ્મ, ફેવરિટિઝમ, ઈન્ડસ્ટ્રીઝમાં થનારા ભેદભાવ સહીત કઇ વસ્તુ પર વધારે ધ્યાન આપવામાં આવે છે જેને લઈને ખુલીને વાત કરી રહ્યા છે. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા તેની રાય રાખી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Babil Khan (@babil.i.k) on

બૉલીવુડના દિગ્ગ્જ એક્ટર ઈરફાન ખાનનું 29 એપ્રિલ 2020નારોજ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. ઇરફાનની અચાનક વિદાઈ બોલીવુડમાં એક પુરી ના શકાય એવી ખોટ છે.

 

View this post on Instagram

 

Look what I’ve found. If you thought I just started posing. (Lion king vibes)

A post shared by Babil Khan (@babil.i.k) on

ઇરફાનના અવસાન બાદ તેમનો પુત્ર બાબીલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના પિતા વિશે ઘણી વાતો શેર કરી છે. હવે ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમની ચર્ચા બાદ બાબિલે એક પાવરફુલ નોટ શેર કરી છે. જેના દ્વારા બાબીલે કહ્યું છે કે તેના પિતા કોને ઇન્ડસ્ટ્રીમાં કોનાથી હારી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Babil Khan (@babil.i.k) on

બાબિલે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તેના પિતા ઇરફાન ખાનની બે તસ્વીરો શેર કરી છે. આ એક તસવીરમાં નાનો બાબીલ તેના પિતા સાથે જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં ઇરફાન ખાન સાથે નજરે ચડે છે.આ તસવીર સાથેના કેપ્સનમાં લખ્યું હતું કે, ‘તમે જાણો છો કે મારા પિતાએ સિનેમાના વિદ્યાર્થી તરીકે મને સૌથી મહત્વની બાબત કઈ શીખવી હતી?’

 

View this post on Instagram

 

A post shared by Babil Khan (@babil.i.k) on

આ વિશે આગળ વાત કરતાં બાબીલે લખ્યું કે, ‘હું ફિલ્મ સ્કૂલમાં જતા પહેલા તેણે મને ચેતવણી આપી હતી કે મારે પોતાને સાબિત કરવું પડશે, કારણ કે દુનિયાના સિનેમામાં ક્યારેક બોલિવૂડનું સન્માન કરવામાં આવે છે. તેથી મારે તમને ભારતીય સિનેમા વિશે કંઈક કહેવું જોઈએ, જે બોલીવુડના નિયંત્રણની બહાર છે. કમનસીબે, મારા વર્ગમાં આવું જ થયું. બોલિવૂડની કોઈ સંભાવના નહોતી. 60-90 ના ભારતીય સિનેમા વિશે કોઈ જાગૃતિ નહોતી. ‘

 

View this post on Instagram

 

A post shared by Babil Khan (@babil.i.k) on

બાબીલે વધુમાં લખ્યું હતું કે, ‘ભારતીય સિનેમા વિશે વિશ્વ સિનેમા સેગમેન્ટમાં ફક્ત એક જ લેક્ચર હતો. જેને બોલીવુડ અને બિયોન્ડ કહેવામાં આવતું હતું, જે વર્ગમાં માત્ર મજાક જ રહી ગયું. ‘સત્યજિત રે’ અને ‘કે આસિફ’ ના ભારતીય સિનેમા વિશે વાત કરવી પણ ઘણી મુશ્કેલ હતી. તમે જાણો છો કેમ? કારણ કે અમે એક ભારતીય દર્શક તરીકે પોતાને વિકસાવવાની ના પાડી.

 

View this post on Instagram

 

Long live the queen. Extended Mother’s Day.

A post shared by Babil Khan (@babil.i.k) on

બાબિલએ આગળ તેમના પિતાના સંઘર્ષ વિશે લખ્યું હતું કે, ‘મારા પિતાએ બોલિવૂડના મુશ્કેલ સંજોગોમાં પણ અભિનયની કળા સમજાવવા માટે આખું જીવન સમર્પિત કર્યું હતું. પરંતુ તે બોક્સ ઓફિસમાં 6 એબ્સ વાળા હંકસથી હારતા હતા. જે એક લાઇનમાં ડાયલોગ મારીને સીટીઓ મેળવે છે, જેઓ ફિઝિક્સનાં નિયમોની અને વાસ્તવિકતાનાં ધજાગરા ઉડાડે છે.

 

View this post on Instagram

 

A post shared by Babil Khan (@babil.i.k) on

વધુમાં લખ્યું હતું કે, ‘આ ફિલ્મોમાં ફૉટોશોપ આઇટમ સૉન્ગ્સ હોય છે. આ ફિલ્મોમાં જોવા મળે છે અને આ ફિલ્મોમાં પુરૂષ પ્રધાન સમાજ જોવા મળે છે, કેમકે ઑડિયન્સ આવું ઇચ્છે છે. આપણે આવી ફિલ્મો જોઇને મજા લીધી. આપણે સિનેમાને ફક્ત આનંદનું સાધન સમજ્યું હતું. સિનેમાને માનવતા અને અસ્તિત્વવાદથી જોડાયેલા એક શાનદાર માધ્યમ તરીકે જોવાનાં બદલે આપણે તેને ફક્ત આનંદનો રસ્તો સમજીને રહી ગયા. પરંતુ હવે એક તાજી હવા ચાલી છે. એક નવી પેઢી છે જે નવો મતલબ શોધી રહી છે. આપણે મજબૂત રહેવું પડશે.’

 

View this post on Instagram

 

A post shared by Babil Khan (@babil.i.k) on

નોંધપાત્ર વાત એ છે કે,બાબીલ હંમેશાં તેના પિતાની ઘણી વસ્તુઓ ચાહકો સાથે શેર કરે છે. સુશાંતના અવસાન સમયે તેણે પોસ્ટ પણ કર્યુ હતું. તે જ સમયે બાબીલે નેપોટિઝમ વિશે પણ વાત કરી.