ધાર્મિક-દુનિયા

આવો સફર કરીએ પોઇચા સ્વામીનારાયણ મંદિરની..ક્લિક કરી વાંચો બધી જ માહિતી અને ફોટોસ

પોઇચા સ્વામીનારાયણ મંદિર નું એક અલગ જ મહત્વ છે . આ મંદિર નર્મદા નદીને કિનારે આવેલું છે.. મંદિરની નજીકમાં જ બીજા અનેક પર્યટન સ્થળો આવેલા છે…

Image Source

જે ભરૂચ થી ૮૦ કિલોમીટર અને વડોદરાથી 60 કિલોમીટરના અંતરે આવેલુ છે. ખૂબ જ વિશાળ એરિયામાં બનાવેલો સ્વામિનારાયણ મંદિર , સાંજનો સમય હોય એકદમ ઠંડો પવન હોય.. ભગવાનના આશીર્વાદની સાથે એકદમ સુંદર પ્રાકૃતિક વાતાવરણ પણ બને છે..

નદી અને મંદિર ખૂબ જ સારી રીતે ડેકોરેટ કરવામાં આવે છે અને મેઈન્ટેન કરવામાં આવે છે સંસ્થા દ્વારા..

Image Source

મંદિરના પગથીયા ચડતા ની સાથે જ ભગવાન સ્વામિનારાયણ હનુમાનજી અને ગોપાલકૃષ્ણના દર્શન થાય છે..

Image Source

પગથિયા ઉતરતાની સાથે જ વચ્ચેના ભાગમાં ખૂબ જ સરસ રીતે પાણીથી ભરેલો ફુવારો દેખાશે…

જો તમે ત્યાં ગયા છો તો ચોક્કસ પણે સાંજના સમયની આરતી માં હાજર રહેવું જ જોઈએ… પ્રવેશની સાથે જ બહુ બધા સ્કલ્પચર અને મુર્તિઓનું આકર્ષણ છે..

મંદિરના સામેના ભાગમાં અલગ-અલગ પ્રકારના સ્કલ્પ્ચર રાખવામાં આવ્યા છે.. એન્ટ્રી ફી સાથે તમે મહાભારત રામાયણ અને વિવિધ ધર્મોની સ્ટોરી સ્કલ્પચર અને મૂર્તિ થી ખુબ જ સારી રીતે કહેવામાં આવે છે .સાયન્સ એક્ઝિબિશન હોરલ મિરર 3d વગેરે તેના આકર્ષણ છે.

Image Source

મંદિરની બહારના એરિયામાં ફૂડકોર્ટ પણ છે.. જ્યા તમે ધરાઇને ખાઇ શકો છો..

ભારત દેશ તેની સસ્કૃતિ અને ધર્મ માટે જાણીતો દેશ છે. આ દેશમાં વિવિધ સ્થળે અનેક મંદિરો આવેલા છે. જે મંદિરો બનાવવા પાછળ લાખો રૂપિયાના ખર્ચે અને અદભૂત કલા કારીગરીથી દેશ વિદેશમાં પ્રખ્યાત છે.તો આજે એવું જ પ્રખ્યાત ને મન મોહી લેનાર મંદિર જે ગુજરાતનાં પોયચામાં આવેલું છે તે સ્વામિનારાયણ મંદિર નિલકંઠ ધામ વિષે આજે વાત કરીશું.આ નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર નર્મદા જિલ્લાના પોયચા ગામે આવેલું એક સુંદર મંદિર છે. આ મંદિર નર્મદા નદીના કાંઠે બનાવવામાં આવ્યું છે. આ મંદિર અદભૂત કલા અને કોતરણીથી બનાવવામાં આવ્યું છે. આ વડોદરાથી 65 કિમી દૂર આવેલ છે.

Image Source

આ મંદિર એ વૈદિક સંસ્કૃતિ અને ધાર્મિક સંસ્કારોને બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં નીલ વર્ણ ધરાવતી ભગવાન સ્વામી નારાયણની પ્રતિમા સજ્જ છે. આ મંદિરમાં તમને ધાર્મિકતા સાથે સાથે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિના દર્શન થશે. જે આજની યુવા પેઢી માટે નવું શીખવા ને જાણવા મળશે.

Image Source

224 વર્ષ પહેલા અહીંયા આવેલ નર્મદા નદીને કિનારે ભગવાન નીલકંઠે અહીંયા સ્નાન કર્યું હતું. અને એટ્લે જ આ મંદિર એ જ સ્થળે બંધાવવામાં આવ્યું છે. આ મંદિર બાંધવાની શરૂઆત 2013માં થઈ હતી. અને આ મંદિર અતિ વિશાળ ને ભવ્ય છે. આ મંદિર 23 એકરથી પણ વધારે જમીનમાં ફેલાયેલ છે.

આ મંદિરમાં જ્યારે મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે 3 કરોડથી પણ વધારે ભગવાન સ્વામિનારાયણના મંત્રોના જાપ કરી ને ત્યારબાદ અહીંયા મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. આ જગ્યાને પરિશ્રમનું ઘર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરના દર્શને અને આ મંદિરની ભવ્યતાને જોવા માટે દિવાળીના વેકેશ્ક્નમાં લોકો દૂર દૂરથી અહીંયા આવે છે.આ મંદિરમાં જોવાલાયક સ્થળો :

Image Source

નર્મદા નદીના કાંઠે આવેલ આ મંદિરમાં મુખ્ય આકર્ષણ અહીની સાંજની આરતી છે. જેમાં તમે વિશાળકાય હાથીની પોતાની સૂંઢની મદદથી ઘંટ વગાડતો નજરે પડશે. બીજું કે અહીંયા ભવ્ય ભગવાન વિષ્ણુ અને શેષનાગની મુર્તિ છે. તેમજ ભગવાન ગણેશ, હનુમાનજી અને સપ્તઋષિ સિવાય મુખ્ય મંદિર ફરતે વિશાળ 12 મંદિરો આવેલા છે. તેમજ મંદિરના પટાંગણમાં વિશાળ ફુવારાઓ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એ ઉપરાંત પણ ઘણી વસ્તુઓ જોવા લાયક આમંદિરે છે.

મંદિરની આરતીનો સમય :

સવારે પાંચ વાગ્યાનો અને સાંજે છ વાગ્યાનો છે. .
આ મંદિર વડોદરાથી 65 કિલોમીટર વડોદરા અને રાજપીપળાનાં રસ્તે નર્મદા નદીને કાંઠે અને પોયચા ગામમાં આવેલ છે. આ મંદિરમાં ભગવાનની મુર્તિ આશરે 152 ફૂટ ઊંચી છે. ઉપરાંત આ મંદિરમાં બહારથી આવનાર પ્રવાસી અને દર્શનાર્થી માટે રહેવા, જમવાની પણ બધી જ સગવડો ઉપલબ્ધ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks