વિરાટ કોહલીને બુલી કરવો ઓસ્ટ્રેલિયાઇ દર્શકોને પડ્યો ભારે, પોતાના જૂના અવતારમાં પરત ફર્યો કિંગ કોહલી- જુઓ વીડિયો

ઓસ્ટ્રેલિયન ક્રાઉડને કોહલીએ શાનદાર અંદાજમાં આપ્યો જવાબ, Video એવો કે જોઇને ખુશ થઇ જશો

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના ક્રાઉડને આપ્યો એવો જવાબ કે….વીડિયો થઇ ગયો વાયરલ- કિંગ કોહલીએ બતાવ્યુ પોતાનું જૂનું રૂપ

મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી ટેસ્ટમાં વિરાટ કોહલી ચર્ચાનો વિષય બની રહ્યો છે. મેચના પહેલા દિવસે કોહલી અને ઓસ્ટ્રેલિયાના યુવા ઓપનર સેમ કોન્સ્ટાસ વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ પછી કિંગ કોહલી ઓસ્ટ્રેલિયાઇ ભીડના નિશાના પર આવી ગયો.

હવે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોહલીએ પોતાની જૂની સ્ટાઈલમાં કાંગારૂ ચાહકોને જવાબ આપ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે કોહલી બાઉન્ડ્રી લાઈન પાસે ફિલ્ડિંગ કરી રહ્યો છે. કોહલીને જોઈને ક્રાઉડ તેને બુલી કરી રહ્યુ હતુ, જેને જોઈને કિંગ કોહલી તેની જૂની સ્ટાઈલમાં ઈશારો કરી કહ્યુ જોરથી અવાજ કરો, ધીમે અવાજ આવી રહ્યો છે. કોહલીના હાવભાવ જોયા પછી ક્રાઉડથી જોરથી અવાજ આવે છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના ઓપનર સાથે ટક્કર બાદ ICCએ કોહલીને તેની મેચ ફીના 20 ટકા દંડ ફટકાર્યો હતો.

મેચના પહેલા દિવસે વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના સેમ વચ્ચે નજીવી ટક્કર જોવા મળી હતી. મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 474/10 રન બનાવ્યા. ટીમ માટે સૌથી મોટી અને શ્રેષ્ઠ ઇનિંગ સ્ટીવ સ્મિથે રમી. તેણે 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 140 રન બનાવ્યા હતા. આ દરમિયાન જસપ્રીત બુમરાહે ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

Shah Jina