લગ્નનું કાર્ડ જોઇ લોકો થયા કન્ફ્યુઝ, ATM કાર્ડ જેવા દેખાતા Wedding Invitationની ફેન થઇ જનતા- જુઓ વીડિયો

આ ATM કાર્ડ નથી, લગ્નનું કાર્ડ છે…આ વેડિંગ કાર્ડે ઇન્ટરનેટની જનતાને કરી દીધી કન્ફ્યુઝ, વીડિયો થયો વાયરલ

ક્યારેય નહિ જોયુ હોય લગ્નનું આવું કાર્ડ, ATM કાર્ડ પર છપાવી દીધુ Wedding Invitation, જોઇ પબ્લિક થઇ કન્ફ્યુઝ – જુઓ વીડિયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Unique and Different Wedding Card: કોઇ પણ દુલ્હા-દુલ્હન તેમના લગ્નને ખાસ બનવવા માગતા હોય છે. કેટલાક લોકો તો લગ્નને યાદગાર બનાવવા માટે પ્રી વેડિંગથી લઇને ડેકોરેશન અને વર-કન્યાની એન્ટ્રી સુધીની વસ્તુ પર ઘણા પૈસા ખર્ચે છે. લગ્નની સૌથી મહત્વની બાબત છે ઇન્વિટેશન કાર્ડ. વેડિંગ કાર્ડની યુનિકનેસનું એટલા માટે ધ્યાન રાખવામાં આવે છે કારણ કે જેને પણ કાર્ડ આપવામાં આવે તે બીજાને પણ બતાવે.

ATM કાર્ડ જેવું દેખાતુ Wedding Invitation

તમે ઘણા અલગ અલગ કાર્ડ્સ જોયા હશે. પરંતુ હાલમાં એક એવું લગ્નનું કાર્ડ વાયરલ થઇ રહ્યુ છે, જે તમે આજ પહેલા ક્યારેય નહિ જોયુ હોય. આ જોઇને લોકો તો પહેલા તેને ATM કાર્ડ જ સમજશે. આ અનોખું વેડિંગ કાર્ડ કોઈ ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ઓછું નથી લાગતું. આ કાર્ડના એક ભાગમાં ‘વેડિંગ ઇન્વિટેશન’ની સાથે વર-કન્યાનું નામ અને લગ્નની તારીખ લખવામાં આવી છે.

ક્યારેય નહિ જોયુ હોય લગ્નનું આવું કાર્ડ

જ્યારે બીજી બાજુ બાકીની મહત્વની માહિતી છાપવામાં આવી છે. આ અનોખા કાર્ડને ઇન્સ્ટાગ્રામ પર @itsallaboutcards નામના પેજ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. અહીં તમને લગ્નના કાર્ડના ઘણા અનોખા કલેક્શન જોવા મળશે. આ કાર્ડનો વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- સુંદર પીવીસી આમંત્રણ કાર્ડ.

 

View this post on Instagram

 

A post shared by Itsallaboutcards (@itsallaboutcards)

હવે આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે, જેને 10 મિલિયનથી વધુ વ્યૂઝ અને લાખોમાં લાઈક્સ મળી છે. આ ATM કાર્ડ થીમ આધારિત વેડિંગ કાર્ડ લોકોને ઘણુ પસંદ આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Itsallaboutcards (@itsallaboutcards)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina