“વિવાહ” ફિલ્મ જેવો જ રિયલ કિસ્સો: લગ્નના બે દિવસ પહેલા દુલ્હાને થઇ ગયો ડેન્ગ્યુ તો હોસ્પિટલમાં થયો એડમિટ, પછી દુલ્હને..જુઓ વિડીયો

“વિવાહ” ફિલ્મ જેવો જ રિયલ કિસ્સો: લગ્નના બે દિવસ પહેલા દુલ્હાને થઇ ગયો ડેન્ગ્યુ તો હોસ્પિટલમાં થયો એડમિટ, પછી દુલ્હને..જુઓ વિડીયો

કોરોના કાળમાં લગ્ન એવી રીતે થયા છે કે કોઇ કલ્પના પણ ના કરી શકે. ઘણીવાર તો દુલ્હા-દુલ્હન વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ પરિવારના આશીર્વાદ લેતા પણ જોવા મળ્યા. જો કે, ત્યારે તો લોકોએ મજબૂરીમાં આવું કર્યું. પણ હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જે શેર કરી કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે ગાઝિયાબાદના વૈશાલી સ્થિત મેક્સ હોસ્પિટલમાં એક કપલે લગ્ન કર્યા.

લગ્નના બે દિવસ પહેલા દુલ્હાને થઇ ગયો ડેન્ગ્યુ

વરરાજા ડેન્ગ્યુથી પીડિત હતો અને તેને 25 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના લગ્ન 27 નવેમ્બરના રોજ થવાના હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે પરિવારના કેટલાક સભ્યોની વચ્ચે વર-કન્યા એકબીજાને જયમાલા પહેરાવી રહ્યા છે. આ વીડિયો જોઇ ચોક્કસથી તમને ‘વિવાહ’ ફિલ્મની યાદ આવી જશે.

જાન લઇને હોસ્પિટલ પહોંચેલી દુલ્હને કર્યા ફિલ્મી અંદાજમાં લગ્ન

વાસ્તવમાં ફિલ્મમાં લગ્ન પહેલા હિરોઈન અમૃતા રાવ અકસ્માતમાં દાઝી જાય છે અને હોસ્પિટલ પહોંચે છે. ત્યારે આવી સ્થિતિમાં શાહિદ કપૂર સમયસર લગ્ન કરવા માટે હોસ્પિટલમાં જ અમૃતા રાવની માંગમાં સિંદૂર ભરી દે છે. આવું જ કંઈક આ કપલ સાથે પણ થયું. ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા વરરાજાના લગ્ન મેરેજ મંડપને બદલે હોસ્પિટલમાં થયા હતા.

30 નવેમ્બરના રોજ શેર કરાયેલા આ વીડિયોને હજારોમાં વ્યૂઝ મળી ચૂક્યા છે. ઘણા યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina