કોણ છે રણદીપ હુડ્ડાની પત્ની લિન લેશરામ ? જેની સાથે એક્ટરે મણિપુરી રીત રિવાજ સાથે કર્યા લગ્ન

કોણ છે રણદીપ હુડ્ડાની પત્ની લિન લેશરામ ? ક્યાં અને કેવી રીતે થઇ મુલાકાત- શાહરૂખ ખાન સાથે છે ખાસ કનેક્શન

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Randeep Hooda wife Lin Laishram: બોલિવુડ એક્ટર રણદીપ હુડ્ડાએ ફાઇમલી પોતાની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ લિન લૈશરામ સાથે લગ્ન કરી લીધા છે. આ કપલે મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં મણિપુરી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. બોલિવૂડની ચમક-દમકથી દૂર સિંપલ શૈલીમાં થયેલા તેમના લગ્નની ખૂબ જ ચર્ચા થઇ રહી છે. આ કપલના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. ત્યારે મોટાભાગના લોકો એ જાણવા માંગે છે કે રણદીપની પત્ની લિન લેશરામ આખરે છે કોણ અને શું કરે છે.

કોણ છે રણદીપ હુડ્ડાની પત્ની લિન લેશરામ

જણાવી દઇએ કે, રણદીપ હુડ્ડાની જેમ તેની પત્ની લિન લેશરામ પણ અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. લિન હાલમાં જ સુજોય ઘોષની ફિલ્મ ‘જાને જાન’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને વિજય વર્મા લીડ રોલમાં હતા. લિને ફિલ્મમાં પ્રેમાનું પાત્ર ભજવ્યું હતુ. આ પહેલા તે OTT ફિલ્મ ‘મોર્ડન લવઃ મુંબઈ’માં પણ જોવા મળી ચૂકી છે. લિન ‘રાત રાની’ એપિસોડનો પણ ભાગ હતી.

નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘મેરી કોમ’માં કરી ચૂકી છે કામ

એટલું જ નહીં લિને પ્રિયંકા ચોપરાની નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘મેરી કોમ’માં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી તેણે ડેબ્યૂ કર્યું હતું. જો કે આ ફિલ્મમાં લિનનો રોલ ઘણો નાનો હતો. જણાવી દઇએ કે, લિનનો જન્મ મણિપુરમાં થયો હતો, પરંતુ તેનું સ્કૂલિંગ મુંબઈમાં થયું.

કેવી રીતે થઇ હતી લિનની રણદીપ સાથે મુલાકાત

આ પછી તેણે મુંબઈની સોફિયા કોલેજ ફોર વુમનમાંથી ગ્રેજ્યુએશન કર્યુ અને ન્યૂયોર્કમાં સ્ટેલા એડલર સ્ટુડિયો ઓફ એક્ટિંગમાં એક્ટિંગની તાલીમ લીધી. પ્રથમ મુલાકાત વિશે વાત કરતા લિને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે રણદીપને પહેલીવાર મુંબઈમાં નસીરુદ્દીન શાહના થિયેટર ગ્રુપ મોટલેમાં મળી હતી. રણદીપ લિનનો સિનિયર હતો. તેમનો સંબંધ મિત્રતાથી શરૂ થયો અને ધીમે ધીમે પ્રેમ અને પછી લગ્ન સુધી પહોંચ્યો.

આવી રીતે કરી હતી રણદીપે તેના લગ્નની જાહેરાત

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રણદીપે ઈન્સ્ટાગ્રામ પર તેના લગ્નના સમાચાર આપ્યા હતા. તેણે લખ્યું, “મહાભારતમાં અર્જુને મણિપુરી યોદ્ધા રાજકુમારી ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા હતા. તેમાંથી પ્રેરણા લઈને અમે અમારા પરિવાર અને મિત્રોના આશીર્વાદ સાથે લગ્ન કરી રહ્યા છીએ. તેણે પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું હતુ કે ઈમ્ફાલમાં લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શન હશે. તેણે આગળ લખ્યું, “આ સફરમાં જેમ જેમ અમે આગળ વધીએ છીએ તેમ, અમે સંસ્કૃતિની આ બેઠક માટે તમારા આશીર્વાદ અને પ્રેમ માંગીએ છીએ.

અભિનેત્રી હોવાની સાથે સાથે લિન એક મોડલ પણ છે

આ માટે અમે હંમેશા તમારા ઋણી અને આભારી છીએ.” લિન એક મોડલ પણ છે. તે મુંબઈની એલીટ મોડેલિંગ એજન્સી સાથે જોડાયેલી હતી. તે ઈન્ડિયા ફેશન વીક, ન્યુયોર્ક બ્રાઈડલ વીક જેવા ફેશન શો સાથે પણ જોડાયેલી છે. તે ન્યૂયોર્કની જ્વેલરી બ્રાન્ડની એમ્બેસેડર પણ રહી ચૂકી છે. લીને 2008માં શિલોંગમાં યોજાયેલી મિસ નોર્થ ઈસ્ટમાં તેના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આમાં તે ફર્સ્ટ રનર અપ રહી હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina