દક્ષિણ ભારતીય સિનેમાના પ્રખ્યાત નિર્દેશક ઇટલી કુમાર મલયાલમ સિનેમામાં ઘણા લોકપ્રિય છે. રાજા રાની માટે તેમને બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો વિજય એવોર્ડ પણ મળ્યો છે. તેમને તેમના રંગના કારણે ઘણી વખત ટ્રોલ પણ કરવામાં આવે છે. પરંતુ તેમની પ્રતિભા અસાધારણ છે. નાની ઉંમરમાં ઇટલીએ પોતાના દમ પર આ સ્થાન હાંસિલ કર્યું છે જે પ્રશંસનીય છે.
હાલમાં જ ઇટલીને તેમની પત્ની સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તે ઓલ બ્લેક લુકમાં સ્પોટ થયા હતા અને તેમણે કોરોનાને ધ્યાને રાખી માસ્ક કેરી કર્યુ હતુ. તેમની પત્નીની વાત કરીએ તો, કૃષ્ણા પ્રિયાએ વ્હાઇટ ટોપ સાથે બ્લેક પેન્ટ કર્યુ હતુ. આ ઉપરાંત તેણે પણ માસ્ક કેરી કર્યુ હતુ. તેણે તેના લુક સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા.
21 સપ્ટેમ્બર, 1986ના રોજ તમિલનાડુના મદુરાઈમાં જન્મેલા ઇટલી કુમારનું પૂરું નામ અરુણ કુમાર છે. 2013માં અરુણ કુમારે ફિલ્મ ‘રાજા રાની’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. અને આવતાની સાથે જ સનસની ફેલાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર ઇટલીના ચાહકોની કોઈ કમી નથી. ઇટલી શાહરૂખ ખાન સાથે ફિલ્મ બનાવી રહ્યા છે.
જો કે તેનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. શાહરૂખ ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માટે હિન્દી, તમિલ, તેલુગુ અને અન્ય ભાષાઓની જાણીતી અભિનેત્રીઓને સાઈન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ઇટલી કુમારે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરતા પહેલા પાંચ વર્ષ સુધી પ્રખ્યાત દિગ્દર્શક એસ શંકર સાથે કામ કર્યું હતું. તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ એપલ પ્રોડક્શન શરૂ કર્યું અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો સાથે તેની પહેલી ફિલ્મ ‘સાંગિલી બુંગીલી કઢવા થોરા’ બનાવી.
તેમણે 2014માં અભિનેત્રી કૃષ્ણા પ્રિયા સાથે લગ્ન કર્યા હતા. બંને લગભગ 8 વર્ષથી રિલેશનશિપમાં હતા. આ પછી આ સંબંધને લગ્નનું નામ આપવામાં આવ્યું. 2014માં તેમના લગ્નમાં દક્ષિણ ભારતની હસ્તીઓએ હાજરી આપી હતી. કૃષ્ણા પ્રિયા એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે અને તેણે ઘણી સિરિયલોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
ઇટલી કુમારની વાત કરીએ તો તેમણે મલ્ટિસ્ટારર ફિલ્મ ‘બિગિલ’નું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કર્યો હતો. ઇટલીની પત્ની અભિનેત્રીની સાથે બિઝનેસવુમન પણ છે. ઇટલીનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે અને તે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેમની પાસે અનેક લક્ઝરી વાહનો છે.
View this post on Instagram