બાળકો સાથે દુષ્કર્મ અને તેમની હત્યા કરવાના આરોપસર આસારામ છેલ્લા ઘણા વર્ષોથી જેલની અંદર બંધ છે, જેલમાં બંધ આસારામ છેલ્લા ઘણા સમયથી જામીન માટે વલખા પણ મારી રહ્યા છે, આ સાથે તેમનો આશ્રમ પણ સતત વિવાદોમાં રહેતો હોય છે. આ દરમિયાન જ એક એવો કાંડ સામે આવ્યો છે જે જાણીને કોઈપણ હેરાન રહી જાય.
આસારામનો અમદાવાદ સાબરમતીમાં આવેલો આશ્રમ હવે ફરી વિવાદોમાં સપડાયો છે. આસારામ જેલમાં હોવા છતાં પણ તેમના અનુયાયીઓ તેમને હજુ પણ ભગવાન માનીને પૂજા કરી રહ્યા છે અને તેમને આસારામ ઉપર લાગેલા આરોપો અને તેમને જે કૃત્યો કર્યા છે તેની સાથે પણ કોઈ નિસબત નથી, વાર-તહેવારે આશ્રમમાં થતા કાર્યક્રમોમાં પણ તેમના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત પણ રહેતા હોય છે.

અને આ બધા વચ્ચે જ હવે ખબર આવી રહી છે કે હૈદરાબાદથી અમદાવાદ સાબરમતી આશ્રમમાં પોતાના ભક્તો સાથે ભક્તિમાં લિન થવા માટે આવેલ વિજય નામનો એક યુવક ગુમ થઇ ગયો છે. છેલ્લા અઠવાડીયાથી વિજયનો કોઈ અત્તોપત્તો નથી મળી રહ્યો. વિજયનો કોઈપણ જાતનો સંપર્ક ના થવાના કારણે તેના પરિવારજનો પણ ચિંતાતુર બન્યા છે.

વિજયના માતા પિતા પણ તેને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. તે તેમના વ્હાલસોયા દીકરાને શોધવા માટે આમદાવાદમાં આવેલા આસારામના આશ્રમમાં પણ પહોંચ્યા હતા. પરંતુ તેમને અહીંયા નિરાશા હાથ લાગી હતી, હાલ તેમને પોતાના દીકરાને શોધવા માટે પોલીસની મદદ માંગી છે.