મનોરંજન

28 દિવસ જેલમાં કાઢ્યા પછી આર્યન ખાનને આ કઈ મોટી હસ્તી તેડવા આવી? નામ જાણીને આંચકો લાગશે

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન આખરે 28 દિવસ બાદ જેલમાંથી બહાર આવી ગયો છે. શાહરૂખ અને ગૌરીની મન્નત પૂરી થઇ ગઇ છે. આર્યન ખાનની જામીન અરજી બે વાર ફગાવી દેવામાં આવી હતી અને તે બાદ હાઇકોર્ટમાં જમાનત માટે એપ્લાય કરવામાં આવ્યુ હતુ. હાઇકોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર ત્રણ દિવસ સુનાવણી થઇ હતી અને આખરે હાઇકોર્ટે 28 ઓક્ટોબરના રોજ આર્યન ખાનના જામીન મંજૂર કર્યા હતા. આર્યન ખાન આજે જેલમાંથી બહાર આવી ગયો છે.

મીડિયા રીપોર્ટ અનુસાર શાહરૂખ ખાનનો બોડાગાર્ડ રવિ આર્યનને લેવા માટે જેલ પહોંચ્યો હતો. રવિએ આ દરમિયાન આર્યનની ખાસ કાળજી રાખી હતી અને તેનો સામનો મીડિયા સામે થવા દીધો ન હતો. આર્યનને જેલની બહાર મોકલતાની સાથે જ જેલના દરવાજા બહાર ગાડી ઊભી રાખવામાં આવી હતી અને આર્યન બહાર આવતા જ સીધો ગાડીમાં બેસી રવાના થઇ ગયો હતો.

આર્યનને લેવા માટે શાહરૂખ ખાનની ગાડીઓનો કાફલો પહોંચ્યો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આર્યન ખાનને સીધો મન્નત લઇ જવામાં આવ્યો ન હતો પરંતુ તેનેે મુંબઇના વર્લીમાં આવેલ એક ફાઇવ સ્ટાર હોટલમાં લઇ જવામાં આવશે જયાં શાહરૂખ ખાન અને વકીલ સતીશ માનશિંદે હાજર હતા. ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનને 1 લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.

કોર્ટની શરતો મુજબ આર્યન કોર્ટની કાર્યવાહી અંગે કોઈ નિવેદન પણ આપી શકશે નહીં.આર્યન કોઈ પણ આવી ગતિવિધિમાં સામેલ નહીં થઇ શકે અને તેનો પાસપોર્ટ તે સ્પેશિયલ કોર્ટ સામે સરેન્ડર કરે તે જરૂરી છે. આ ઉપરાંત તે કોઇના માધ્યામથી કોઇ પણ સબૂતને છેડછાડ કરવાનો પ્રયાસ નહિ કરી શકે. જો અરજદારને ગ્રેટર મુંબઈથી બહગાર જવું છે તો તે તાપસ અધિકારીઓને સૂચિત કરશે. આર્યનને દર શુક્રવારે 11-2ની વચ્ચે એનસીબી ઓફિસમાં હાજર રહેવાનું રહેશે, જયાં સુધી તેને કોઇ યોગ્ય કારણે છૂટ ન મળે ત્યાં સુધી તેને અદાલતમાં તમામ તારીખે હાજર રહેવું પડશે. એકવાર કેસ શરૂ થયા બાદ તે કોઈ પણ કેસમાં મોડું નહિ કરી શકે. જો આ શરતોમાંથી કોઇ પણ શરતનું તે ઉલ્લંઘન કરે છે તો NCBને તેની જમાનત રદ્દ કરવા માટે સીધા વિશેષ ન્યાયાધીશ કે કોર્ટમાં અરજી કરવાનો અધિકાર છે.

આર્યન ખાનને જમાનત મળતા જ શાહરૂખ ખાનના ઘર મન્નત બહાર ચાહકોનો જમાવડો થઇ ગયો હતો. ચાહકોએ મન્નત બહાર ખૂબ જ ફટાકડા ફોડ્યા હતા અને વેલકમ પ્રિન્સ આર્યન ખાનના પોસ્ટર સાથે નારા પણ લગાવ્યા હતા અને ખુશી જાહેર કરી હતી. આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCB દ્વારા મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પરથી અટકાયત કરી હતી. NCBએ ડગ પાર્ટીમાં છાપેમારી કરી હતી અને આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચા સહિત અન્યની અટકાયત કરી હતી.

3 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે થોડા દિવસ NCBની કસ્ટડીમાં હતો, તે બાદ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. હવે 26 દિવસ બાદ આર્યન ખાન જેલની બહાર આવતા ચાહકો ખુશ થઇ ગયા છે અને મન્નત બહાર અને સોશિયલ મીડિયા પર સપોર્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)