ખબર

3 વર્ષની બાળકી પર ગેગરેપ બાદ હત્યાથી ગુસ્સે થઇ અનુષ્કા શર્મા, કરી આ અપીલ

ઝારખંડના જમશેદપુરમાં ટાટાનગર રેલવેસ્ટેશન પાસેથી માતાની બાજુમાં સુતેલી 3 વર્ષની બાળકીને બે લોકોએ જે હેવાનિયત દેખાડી છે. જેના કારણે આખા દેશે તેના પર ફિટકાર વર્ષાવ્યો છે.

Image Source

આ મામલે સોશિયલ મીડિયા યુઝર્સે તેનો ગુસ્સો ઠાલવીને ગુનેગારને ફાંસીની સજા આપવા માંગ કરી છે. બૉલીવુડ એક્ટ્રેસે પર્ણ ટ્વીટ કરીને દોષિતોને કડક સજા કરવા માંગ કરી છે.

Image Source

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ 3 વર્ષની બાળકીનું કિડનેપ કરી ત્યારબાદ ગેંગરેપ કરી ત્યારબાદ ગળું કાપીને હત્યા કરવાની દુઃખદ ઘટનામાં ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં ગુસ્સો કરતા લખ્યું હતું કે, રેલવે સ્ટેશન પર માતા સાથે સુતેલી બાળકીને  અપહરણ કરી બળાત્કાર કર્યા બાદ તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.

Image Source

આ ઘટનાને જાણીને બહુજ ગુસ્સો આવ્યો છે. હું અપીલ કરું છું કે, આ મામલે દોષિતોને કડકમાં કડક સજા મળવી જોઈએ. જેથી કરીને આગળ જતા કોઈ પણ આવું કૃત્ય કરતા પહેલા વિચાર કરે. આગળ લખ્યું હતું કે, હું ઈચ્છીશ કે આ મામલે જલ્દી ન્યાય કરવામાં આવે.

જણાવી દઈએ કે ગત 25 જુલાઈએ ટાટાનગર રેલવે સ્ટેશનના પરિસરમાંથી 3 વર્ષની બાળકીની ચોરી થઇ હતી. પોલિસે સીસીટીવીના આધારે આરોપી રિંકુ સાહુએ તેના ઘરેથી  દબોચી લીધો હતો. રિન્કુએ તેના મિત્ર  કૈલાશ કુમાર સાથે મળીને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

Image Source

પોલીસે બન્ને આરોપીની પુછપરછ કરતા જણવ્યું હતું કે, બાળકીનું ધડ માથાથી અલગ કરી નાખ્યું હતું. પરંતુ હજુ સુધી પોલીસને બાળકનું માથું મળ્યું નથી. પોલીસની વધુ પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે,આ પહેલા પણ આવી ઘટનાને અંજામ આપી ચુક્યા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks