પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓમાં પપ્પા લાડલી અનુષ્કા શર્માનું ધ્યાન રાખી રહ્યા છે, સાથે જોવા મળ્યા: ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે અમુક દિવસો પછી કિલકારીઓ ગુંજવાની છે. અનુષ્કા શર્મા ગર્ભાવસ્થામાં પોતના સ્વાસ્થ્યનું ખુબ ધ્યાન રાખી રહી છે, અને નિયમિત યોગા અને હળવા વ્યાયામ પણ કરી રહી છે.

અનુષ્કા અવાર-નવાર બેબી બમ્પ સાથેની તસ્વીરો શેર કરતી રહે છે. એવામાં અનુષ્કા ઘણા સમય પછી પોતાના પિતા સાથે મુંબઈના રસ્તા પર જોવા મળી છે. આ દરમિયાન અનુષ્કાએ વ્હાઇટ મેક્સી ડ્ર્સ પહેરી રાખ્યો હતો અને ઉપર ડેનિમ જેકેટ પણ પહેર્યું હતું.

અનુષ્કાએ ચેહરા પર વ્હાઇટ માસ્ક અને પગમાં વ્હાઇટ શૂઝ પહેરી રાખ્યા હતા. અનુષ્કાનો પિતા સાથેનો આ વિડીયો ફોટોગ્રાફર વરીન્દર ચાવલા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અનુષ્કા ગાડીમાંથી ઉતરી રહી છે અને પાછળ તેના પિતા પણ ગાડીમાંથી ઉતરતા દેખાઈ રહ્યા છે. અનુષ્કાએ મીડિયાના કહેવા પર કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા.

અનુષ્કાનો આ લુકમાં બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, ચાહકો પણ તેના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. જુઓ અનુષ્કા શર્માનો પિતા સાથેનો વિડીયો….
View this post on Instagram