દુનિયાભરમાં એવા અનેક લોકો છે કે જેઓ મોટાપાની સમસ્યાથી ચિંતિત રહે છે. એવામાં દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણીની પણ એક સમયે આ જ સમસ્યા હતી.

જો કે અંબાણી પરિવારે હંમેશા પોતાના બાળકોને કઠોર મહેનત કરીને સફળતા સુધી પહોંચવાનું શીખવ્યું છે. એવામાં અનંત અંબાણીએ પણ કઠોર પરિશ્રમ કરીને પોતાનું 118 વજન ઓછું કર્યું અને સ્લિમ ફિટ બન્યા. આવો તો જાણીએ અનંત અંબાણીના ફેટ ટુ ફિટ બનવા સુધીની કહાની.

નીતા અંબાણીએ જ એક ઇન્ટરવ્યૂમાં પોતાના દીકરાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે એક માં ના સ્વરૂપે તેને ખુબ તકલીફ પડતી હતી જ્યારે લોકો દ્વારા અનંતના મોટા શરીરને લીધે મજાક બનાવવામાં આવતો હતો.

વારંવાર મજાકનો ભોગ બનવાને લીધે અનંતે પણ નક્કી કરી જ લીધું કે તે પોતાનો વજન ઓછો કરીને જ રહેશે. નીતાએ ભાવુક થઈને એવું પણ કહ્યું હતું કે તેના મોટા શરીરને લીધે શાળામાં પણ તેને ખુબ ચીઢવવામાં આવતો હતો અને મજાક બનાવવામાં આવતો હતો.

નિતાજીએ કહ્યું કે તેના પછી અનંત જામનગર ચાલ્યો ગયો હતો જ્યા રિલાયન્સનો રિફાઇનરી પ્લાન્ટ છે. જ્યા તે 500 દિવસો સુધી રહ્યો હતો અને રોજ 23 કિલોમીટર દોડતો હતો અને સખ્ત ડાઇટનું પાલન કરતો હતો. આવી રીતે તેણે પોતાનો 118 કિલો વજન ઓછો કર્યો હતો.

તેની ડાઈટમાં શ્યુગરની માત્રા શૂન્ય હોય છે અને તે લો કેલરી અને હાઈ પ્રોટીન યુક્ત ખોરાક લેતા હતો, તેના ખોરાકમાં વધારે માત્રામાં દાળ, શાકભાજી અને સલાડ રહેતા હતા. દોડવાની સાથે સાથે અનંત અન્ય વ્યાયામ પણ કરતો હતો. તેણે હાઈ ઇન્ટેન્સિટી કાર્ડિયો એક્સરસાઇઝ અને યોગા પણ કર્યા હતા.

આઈપીએલના દરમિયાન ટ્રોફી લેતી વખતે તેના મોટાપાને લીધે તેની ખુબ આલોચના કરવામાં આવી હતી તે અનંત અને માં નીતા માટે ખુબ દર્દભર્યો અનુભવ હતો. તે સમયે અનંતની ઉંમર 14 વર્ષની હતી અને અનંતે 18 વર્ષની ઉંમરે પોતાનો વજન ઓછો કરી બતાવ્યો.

જણાવી દઈએ કે હાલના સમયમાં અનંત અંબાણી રાધિકા મર્ચેન્ટને ડેટ કરી રહ્યો છે. રાધીકા બિઝનેસમેન વીરેન મર્ચેન્ટની દીકરી છે અને તે મુકેશ અંબાણીના નજીકના મિત્ર છે. વીરેન મર્ચેન્ટ એન્કોર હેલ્થ સર્વિસ કેરના સંથાપક છે અને રાધિકા તેની ડાયરેક્ટર છે.

રાધિકા મર્ચેન્ટ જો કે લાઈમલાઈટથી દૂર રહે છે પણ તે અંબાણી પરિવારના દરેક સમારોહમાં જોવા મળે છે. ઈશા અંબાણી અને આકાશ અંબાણીના લગ્નના દરેક સમારોહમાં પણ રાધિકા મર્ચેન્ટની ઉપસ્થિતિ હતી, અંબાણી પરિવાર પણ તેને વહુ માની જ ચુક્યા છે. હવે એ જોવાનું રહેશે કે બંન્નેના લગ્નની ઘોષણા અંબાણી પરિવાર ક્યારે કરશે.