મનોરંજન

સના ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા બાદ મૌલાના મુફ્તી અનસ સાથે કર્યા નિકાહ, જુઓ તસ્વીરો

એક સમયે કાતિલ ફિગર હતું, પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને સંસ્કારી બની ગઈ- અત્યારે ગુજરાતી જોડે નિકાહ કર્યા

સલમાન ખાનની કો-એક્ટ્રેસ અને બિગ બોસની રનર અપ સના ખાને તાજેતરમાં એક મોટો ફેંસલો લીધો છે. તેના નિર્ણયથી બધાને આંચકો લાગ્યો હતો. સના ખાને તાજેતરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ધર્મના માર્ગે ચાલવાનો નિર્ણય લીધો હતો.

તેના નિર્ણય પર ઘણા રિએક્શન આવ્યા હતા. આ સાથે જ હવે સના ખાને ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. સના ખાને ગુજરાતના મૌલાના મુફ્તી અનસ સાથે નિકાહ કર્યા છે.સના ખાનના લગ્નના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

જે બાદ લગ્નની તસ્વીર સામે આવી છે. સનાની  લગ્ન બાદની તસ્વીર સામે આવી છે. આ તસ્વીરમાં તે લાલ કલરના આઉટફિટમાં જોવા મળે છે. આ તસ્વીરમાં તેના પતિ સાથે જોવા મળી રહી છે.  એક વિડીયો પણ  વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સના ખાન અને મુફ્તી અનસ વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.

દુલ્હનના જોડામાં બેહદ ખુબસુરત લાગી રહી છે. વીડિયોમાં સના ખાન કેક કાપતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. સનાએ વીડિયો શેર કરતાની સાથે મેસેજ લખ્યો હતો કે, એકબીજા સાથે નિહાક અલ્લાહને કારણે. અલ્લાહ અમને આ દુનિયામાં એક સાથે રાખે અને જન્નતમાં પણ સાથે રાખે. સના ખાન અને મુફ્તી અનસના નિકાહ પર લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઈએ કે સના ખાને એક પોસ્ટ લખીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની જાણકારી આપી હતી. સના ખાને લખ્યું હતું કે, “આ જીવન ખરેખર મૃત્યુ પછીના જીવનને સુધારવાનું છે અને તે ત્યારે સારું રહેશે જ્યારે માણસ ફક્ત સંપત્તિ અને ખ્યાતિ માટે નહીં, પરંતુ તેને જન્મ આપનારાના હુકમ પ્રમાણે જીવે.

ગુનાના જીવનમાંથી બચવાને બદલે મારે માનવતાની રક્ષા કરવી જોઈએ. તેથી જ આજે હું જાહેર કરું છું કે આજથી જ હું મારું ‘શોબિઝ” ને છોડીને માણસાઈ અને જન્મ આપનારા હુકમ પર ચાલવાનો ઈરાદો પાકો કરી લીધો છે. સના ખાને જય હો, ટોયલેટ એક પ્રેમ કથા, ધન ધના ધન ગોલ જેવી ફિલ્મમાં નજરે આવી ચુકી છે. આ સાથે જ તેને સાઉથની ફિલ્મ અને મોડેલિંગ પણ કર્યું છે. આ સિવાય તે બિગ બોસ ઝલક દિખલા જા અને ફિયર ફેક્ટર જેવા રિયાલિટી શોનો હિસ્સો પણ રહી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Tariq Shaikh (@_tariq_shaikh_)