અમિતાભ બચ્ચનના કવીઝ શો ‘કોન બનેગા કરોડપતિ’ની 11મી સીઝન ચાલી રહી છે. આ સીઝન પણ આગળની સીઝનની જેમ લોકોની મનપસંદ બની ગઈ છે. હાલના એક એપિસોડમાં મધ્ય પ્રદેશના જબલપુરથી નિતિન કુમાર પટવા હોટ સીટમાં બેઠા હતા. તેઓ કુશળતાથી એક-એક સવાલોના જવાબ આપ્યા હતા.

તેઓ હાલમાં યુપીએસીની તૈયારી કરે છે અને સાથે પોતાની દુકાન પણ સાંભળે છે. ગેમમાં વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચનએ નીતિનને તેની પોકેટ મની વિશે પૂછ્યું. સાથે-સાથે અમિતાભ બચ્ચને પોતાની પોકેટ મની વિશે પણ જણાવ્યું.

નિતિનએ જણાવ્યું કે તેમને વધારાના કોઈ શોખ નથી પણ તોય તેમના પિતા તેમણે રોજ 50 રૂપિયા આપે છે. તેમાંથી પણ કઈને કંઈક રૂપિયા બચાવી લાવું છે. તેના પછી અમિતાભ બચ્ચને પોતાની પોકેટ મની વિશે જણાવતા કહ્યું ‘તમે ભાગ્યશાળી છો. હું જયારે તમારી ઉંમરનો હતો ત્યારે મને મહિનામાં 2 રૂપિયા જે મળતા હતા. હું નૈનીતાલમાં બોર્ડિંગ સ્કૂલમાં હતો. આ પહાડી વિસ્તાર હોવાથી અહીં વરસાદ વધારે પડતો. હોસ્ટેલથી થોડી દૂર નાની દુકાન હતી. ત્યાં ખુબ જ સારા પકોડા મળતા હતા. આમે લોકો ત્યાં ચોરી-છુપી પકોડા ખાવા જતા હતા.’

નીતિને કોન બનેગા કરોડપતિમાં સારું રમ્યો હતો. તેઓ 11માં સવાલનો ખોટો જવાબ આપવાથી તેમને બહાર જવું પડ્યું હતું. તેઓ 3.20 લાખ રૂપિયા જીતવામાં સફળ થયા હતા. નિતિનને પૂછવામાં આવ્યું કે આ જીતેલા રૂપિયાની તમે શું કરશો તો તેમને જણાવ્યું કે તેઓ તેમની માતાનું ઓપરેશન કરાવશે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન જોશમાં આ શો ચલાવી રહ્યા છે. તેઓ ટ્રિકી સવાલોની વચ્ચે મજાક કરે છે જેથી વાતાવરણ હળવું બની રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks