હાલ તો બોલીવુડના શહેનશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝનને લઈને ચર્ચામાં છે. કૌન બનેગા કરોડપતિનો પહેલો એપિસોડ સોમવારે રાતે જ રિલીઝ થયો હતો.બિગ બીની બોલવાની સ્ટાઇલ અને શોની એન્ટ્રીને લઈને ચારેકોર ચર્ચામાં રહે છે. તો લોકો 76 વર્ષીય અમિતાભ બચ્ચનની પર્સનાલિટીની તારીફ પણ કરે છે. પરંતુ અમિતાભ બચ્ચન તેની તબિયતના કારણે બહુજ પરેશાન છે.
View this post on Instagram
શું તમે જાણો છો કે સ્ટાઈલિશ અને ફીટ દેખાતા અમિતાભ બચ્ચનનું 75 ટકા લીવર ખરાબ થઇ ચૂક્યું છે. બિગ બી એક ખતરનાક બીમારી સામે ઝઝૂમે છે.
View this post on Instagram
Colourful at work .. too much colour happening .. the blues first and now the reds and ‘santara’🤣🤣
આ વાતનો ખુલાસો ખુદ બિગ બીએ અસેક કાર્યક્રમમાં કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તેનું 75 ટકા લીવર ખરાબ થઇ ચૂક્યું છે. તે ફક્ત 25 ટકા લીવરથી જ જિંદગી ગુજારે છે. એક ટીવી કાર્યક્રમના ‘ સ્વસ્થ ઇન્ડિયા’ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે. મને એ કહીને ખરાબ નથી લાગતું કે હું ટીબી અને હેપેટાઇટિસથી પીડિત છું. સાથે જ તેને જણાવ્યું હતું કે, હું 25 ટકા લીવરના સહારે જીવું છું.
અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, ‘ ટીબી જેવી બીમારીઓનો પણ ઈલાજ છે. મને લગભગ 8 વર્ષ સુધી ખબર ના હતી કે, મને ટીબી છે. હું એટલા માટે આખું છું કે મારી સાથે જે થયું તે બીજા કોઈ સાથે ના થાય તે માટે સમયસ રિપોર્ટ કરાવી લેવા જોઈએ. જો તમે રિપોર્ટ કરાવવા માટે તૈયાર નહિ હોય તો તમને કંઈ બીમારી છે તેની ખબર જ નહિ પડે, જેથી તમે ક્યારે પણ ઈલાજ જ નહિ કરાવી શકો.
અમિતાભ બચ્ચન આજે આટલી ઉંમરે હોવા છતાં પણ ફિલ્મોમાં કામ કરે છે. સાથે જ ફિટનેસ પર પણ પૂરતું ધ્યાન આપે છે. નિયમિત કસરતની સાથે ચાલવા પણ જાય છે. દિવસભર એક્ટિવ રહે છે, જમવા પર પૂરતું ધ્યાન આપે છે.
બીગ બી ના કામની વાત કરવામાં આવે તો તેની ફિલ્મ બ્રહ્મસ્ત્ર જલ્દી જ રિલીઝ થશે. તો ગુલાબો સિતારોનું શૂટિંગ ચાલી રહ્યું છે. તો હાલમાં તો કૌન બનેગા કરોડપતિ પણ ચાલી રહ્યું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks