આ 7 તસવીરોમાં જુઓ એ ઘરોની ઝલક જયાં અંબાણી પરિવાર એંટિલિયામાં શિફ્ટ થયા પહેલા રહેતા હતા

12,000 કરોડના એંટિલિયા પહેલા અહીંયા રહેતા હતા અંબાણી, ભગવાન જયારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે

એવું કહેવાય છે કે, મોટા માણસ બનવા માટે ઇરાદો પાક્કો હોવો જોઇએ. જો ઇરાદો પાક્કો હોય તો શોહરત મળી જ જાય છે જેવી ધીરુભાઇ અંબાણીને મળી. ધીરૂભાઇ અંબાણીની મહેનતથી રિલાયંસ ઇન્ડસ્ટ્રીને ઊભી કરવામાં આવી. તે બાદ તેમના દીકરા મુકેશ અંબાણીએ આ વિરાસતને આગળ વધારી.

અંબાણી પરિવાર પહેલા ખૂબ સાધારણ જીવન જીવતા હતા, જેમ આપણે જીવીએ છીએ, પરંતુ ધીરૂભાઇ અંબાણીમાં કંઇક અલગ કરવાની જિદ અને જુસ્સે હતો, જેને કારણે આજે તેમની પાસે પૈસા છે, ગાડી છે, મહેલ જેવુ ઘર છે.

તમને જાણીને હેરાની થશે કે આટલુ હાઇફાઇ જીવન જીવનાર આ પરિવાર કયારેક નાના ઘરમાં રહેતો હતો. એ વાત તો બધા જાણતા હશે કે મુકેશ અંબાણી એન્ટિલિયામાં રહે છે. પરંતુ આ પહેલા તે જયાં રહેતા હતા તે તો તમે વિચારી પણ નહિ શકો.

વર્ષ 1960થી 1970 વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તેજી  સાથે આગળ વધી રહી હતી. ત્યારે ધીરૂભાઇ અંબાણી પરિવાર સાથે ભુલેશ્વર જય હિંદ સ્ટેટમાં બે રૂમના મકાનમાં રહેતા હતા. તે હવે વેનીલાલ હાઉસના નામે જાણિતુ છે.

બિઝનેસમાં તરક્કી થયા બાદ તે લોકો કાર્મિકલ રોડ સ્થિત ઉષા કિરન સોસાયટી રહેવા ચાલ્યા ગયા. તે બાદ Seawinds Colaba એપાર્ટમેન્ટ અંબાણી પરિવારનું નવુ ઘર બન્યુ.

પરિવાર બરાબર ચાલી રહ્યો હતો કે બંને ભાઇ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો. તે બાદ તે બંને અલગ અલગ ફ્લોર પર શિફ્ટ થઇ ગયા.

જો કે, અંબાણી પરિવારનો પારિવારિક ક્લેશ મીડિયાથી છૂપો રહ્યો નથી અને મામલો સાર્વજનિક બની ગયો. જે બાદ એન્ટીલિયાનું નિર્માણ શરૂ કરાવ્યુ. જે 2010માં બનીને તૈયાર થયુ હતુુ. જો કે કોઇ જયોતિષી કારણને લઇને મુકેશ અંબાણી વર્ષ 2013માં એન્ટિલિયામાં શિફટ થયા હતા.

Shah Jina