સેંથામાં સિંદૂર ભરીને લગ્ન બાદ પહેલીવાર ડાયરામાં રમઝટ બોલાવવા પહોંચ્યા લોક ગાયિકા અલ્પા પટેલ, જુઓ શ્રોતાઓને કેવા ઝુમાવ્યા

ગુજરાતની ધરતી ઉપર ઘણા બધા ગાયકો જન્મી ચુક્યા છે જેમને પોતાના સુમધુર અવાજથી દેશ અને દુનિયાની અંદર આગવું નામ કરી છે, સાથે જ તે ખુબ જ મોટો ચાહક વર્ગ પણ ધરાવે છે, અને તેમના જીવન વિશે જાણવામાં પણ ચાહકોને ખુબ જ રસ હોય છે, ત્યારે ગુજરાતના લોક ગાયક અલ્પા પટેલનો પણ ખુબ જ મોટો ચાહક વર્ગ છે.

ગાયિકા અલ્પા પટેલ હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં ઉપર પણ વાયરલ થઇ અને તેમના ચાહકોએ તેમને ખોબલે ખોબલે શુભકામનાઓ પણ પાઠવી હતી, જેના બાદ હવે અલ્પા પટેલ પહેલી વાર ડાયરાના મંચ ઉપર રમઝટ બોલાવતા જોવા મળ્યા જેની તસવીરો પણ હાલ વાયરલ થઇ રહી છે.

17 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પા પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા, તેઓ ઉદય ગજેરા સાથે લગ્નના સાત ફેરા ફર્યા. લગ્ન પહેલા તેમણે શાનદાર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી હતી. થોડા સમય પહેલા જ અલ્પા પટેલે સગાઈ કરી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, તો અલ્પા પટેલના ગરબાથી લઈને લગ્નની ચોરી સુધીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી.

લગ્ન બાદ અલ્પા પટેલ પોતાના ભરથાર સાથે ખોડિયાર માતાજીના દર્શને ગયા હતા, જેની કેટલીક તસવીરો અલ્પાબેને તેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ  ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. તસ્વીરોમાં અલ્પાબેન અને તેમના ભરથાર ઉદય ગજેરાના ચહેરા ઉપર અનેરું સ્મિત દેખાઈ રહ્યું હતું, સાથે જ પોસ્ટમાં દર્શાવેલા લોકેશન પ્રમાણે તે નિકોલના ખોડિયાર મંદિર પહોંચ્યા હતા.

સોશિયલ મીડિયામાં સામે આવેલી તસ્વીરોમાં અલ્પાબેન અને તેમના પતિ ઉદય ગજેરાનો ખુબ જ સાદગી ભરેલો અવતાર જોવા મળી રહ્યો છે. અલ્પાબેન ગુલાબી રંગની સાડીમાં જોવા મળી રહ્યા છે. તો તેમની સાડીને મેચ કરતું શર્ટ પણ તેમના પતિ પહેરેલા જોવા મળે છે. ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કરીને આ નવ યુગલે ધન્યતા અનુભવી હતી અને માતાજીના આશીર્વાદ લીધા હતા.

ત્યારે હાલમાં સામે આવેલી તસ્વીરોમાં અલ્પા પટેલ ડાયરામાં રમઝટ બોલાવતા જોવા મળી રહ્યા છે. મહા શિવરાત્રીના પવન પર્વ ઉપર અલ્પા પટેલે જૂનગાઢની ભવનાથ તળેટીની અંદર ડાયરામાં પોતાના સુમધુર અવાજથી શિવભક્તોને ઝુમાવ્યા હતા. આ દરમિયાન તેમના ઉપર નોટોનો વરસાદ થતા પણ જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી. અલ્પા પટેલની વાત કરીએ તો, તેમણે માત્ર 10 વર્ષની નાની ઉંમરે તેમના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેઓ ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકામાં સુમાર છે.

અલ્પા પટેલે જ્યારે તેમના કરિયરની શરૂઆત કરી ત્યારે તેઓની ફી માત્ર 50 રૂપિયા હતી પરંતુ આજે તેઓ એક પ્રોગ્રામના 1 લાખથી લઇને 1.25 લાખ સુધી ચાર્જ કરે છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને તે બાદથી તેઓ મામાના ઘરે જ રહી અભ્યાસ કરતા હતા. તેમનો ઉછેર મામાના ઘરે જ થયો હતો.

Niraj Patel